ગાંધીનગર: 

ગુજરાત વિધાનસભાની આઠ ખાલી પડેલી બેઠકોની ચૂંટણી આગામી સપ્ટેમ્બર મહિનામાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઇ શકે છે. રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી યોજવા માટે અલગ અલગ એક્શન પ્લાન પર કામ શરૂ કરી દીધું છે. હાલમાં સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજાય તે મુજબ તમામ તૈયારીઓ ચાલી રહી છે.

ગત્ત માર્ચ મહિનામાં કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. જ્યારે જૂન મહિનામાં વધુ 3 કોંગી ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. આ ધારાસભ્યોમાં ગઢડાના પ્રવીણભાઈ મારું, લીમડીના સોમાભાઈ પટેલ, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીના જે.વી કાકડિયા અને ડાંગના મંગળભાઈ ગાવિતનો સમાવેશ થાય છે. 

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ વિધાનસભાની પેટાચૂંટણીઓ યોજાવાની શક્યતા રહેલી છે. આ મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચનું માર્ગદર્શન પણ માંગવામાં આવ્યું છે તેના કારણે ગુજરાતમાં ચૂંટમી આવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થવાની છે. જેની તૈયારીઓના ભાગરૂપે તૈયૈરીઓ શરૂ કરી દેવામાં આવી છે. સાથે જ વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે પણ ચૂંટણી યોજાશે અને તાલુકા પંચાયતોની ચૂંટણી પણ યોજાવાની છે.