અમદાવાદ-

ગુજરાત રાજ્યમાં સોમવારે સવાર સુધીમાં રાહ્યનો કુલ વરસાદ 102.73 % વરસાદ ખાબક્યો છે. વરસાદની સિઝનમાં કુલ 100 ટકાથી વધારે વરસાદ પડ્યો હોય તેવું લગભગ આશરે 6 વર્ષ પછી બન્યું છે. અને તે પણ પાછુ ઓગષ્ટ મહિનામાં બનવા પામ્યું છે. કહેવામાં આવે છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 250 થી વધુ તાલુકાઓમાં વરસાદ પડયાના સમાચાર મળી રહ્યા છે. જામનગરમાં 16 ઇંચ, રાજકોટના ટંકારામાં 15ઇંચ, સૌથી વધુ કચ્છમાં 188 ટકા, સૌરાષ્ટ્રમાં 135 ટકા સમગ્ર રાજ્યના જળાશયોમાં 70 ટકાથી વધુ પાણીનો ભરાવો થયો છે. અલગ અલગ વિસ્તારોમાંથી લગભગ 2000 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે.