અહેમદ પટેલના નિધન બાદ પુત્ર ફૈઝલ પટેલ ગામના આદીવાસીઓને કરશે મદદ
05, ડિસેમ્બર 2020 297   |  

અંકલેશ્વર-

રાજ્ય સભાના સાંસદ અને અંકલેશ્વરના પનોતા પુત્ર અહેમદ પટેલના નિધન બાદ અનેક લોકો શોકમાં છે પરંતુ સૌથી વધુ શોકમાં તેઓના ગામ પીરામણના ગરીબ આદિવાસીઓમાં છે. અહેમદ ભાઈ પટેલ જયારે પીરામણ આવતા ત્યારે તેઓ આ ગરીબ પરિવારોની મદદ કરતા હતા. આદિવાસીઓના નાનામાં નાના કામ અહેમદ પટેલ કરતા હતા. તેઓના ગામમાં અનેક એવા પરિવાર છે જેઓનું ભરણ પોષણ અહેમદ પટેલ થકી થતું હતું. તેઓના નિધન બાદ આ પરિવારજનો નિરાધાર થઇ ગયા હોય તેવી લાગણી અનુભવે છે. પરંતુ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ તથા દિકરી મુમતાઝ દ્વારા આદિવાસી વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી. અને તેઓને સાંત્વના આપવામાં આવી હતી. ભાઈ- બહેને આશ્વાસન આપ્યું હતું કે તેઓના પિતાનું કામ તેઓ આગળ ધપાવશે અને કોઈ તકલીફ નહીં પડવા દે. ફૈઝલ પટેલે એમ પણ જણાવ્યું હતું કે મહિનામાં 10 દિવસ તેઓ પોતાના ગામમાં રહેશે અને કોઈને પણ પ્રશ્ન હોય તો તેમને જણાવી શકશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution