30, સપ્ટેમ્બર 2025
દુબઈ |
3069 |
ગઈકાલે હૈદરાબાદથી દરભંગા જતી ઈન્ડિગોની ફ્લાઇટને રદ્દ કરાઈ હતી
દુબઈ એરપોર્ટથી દિલ્હી જવા માટે તૈયાર એર ઈન્ડિયાની એક ફ્લાઇટમાં ટેન્કિકલ ખામી સર્જાતા રદ કરવામાં આવી હતી અને મુસાફરોને નીચે ઉતરવાનું કહેવામાં આવ્યું હતું. ક્રૂએ મુસાફરોને આ અંગે જાણ કરતા હોબાળો મચી ગયો હતો.
મુસાફરોને તાત્કાલિક વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા અને અસુવિધા બદલ માફી માંગી હતી. તેમને બીજી ફ્લાઇટમાં દિલ્હી ટ્રાન્સફર કરવાની અથવા રિફંડ આપવાની ઓફર કરવામાં આવી હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ દુબઈથી દિલ્હી જવાની હતી પરંતુ છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી હતી. ટેકઓફ પહેલાં, ક્રૂ સભ્યોએ મુસાફરોને રદ થયાની જાણ કરી અને તેમને તાત્કાલિક નીચે ઉતરવા કહ્યું.
ગઈકાલે હૈદરાબાદથી દરભંગા જતી ઈન્ડિગોની ફ્લાઇટને બિહારના ગયા એરપોર્ટ પર અચાનક ઉતારવામાં આવી હતી. ખરાબ હવામાન આ કટોકટી ઉતરાણનું કારણ હતું.