30, સપ્ટેમ્બર 2025
વોશિંગ્ટન |
3465 |
હમાસ તૈયાર થાય તો 72 કલાકમાં યુદ્ધ સમાપ્ત થવાની શક્યતા
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવા માટે લાંબા સમય થી પ્રયાસ કરી રહ્યા છે. એવામાં હવે ગાઝામાં ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત કરવા ટ્રમ્પ અને ઈઝરાયલના વડાપ્રધાને એક શાંતિ પ્રસ્તાવની જાહેરાત કરી છે. ઈઝરાયલ આ પ્રસ્તાવ માટે તૈયાર છે. જ્યારે હવે હમાસના નિર્ણયની રાહ જોવાઈ રહી છે. ટ્રમ્પનો દાવો છે કે જો હમાસ શાંતિ પ્રસ્તાવ માટે જો તૈયાર થઈ જાય તો આગામી 72 કલાકમાં જ યુદ્ધ સમાપ્ત થઈ જશે. જો હમાસ આ શાંતિ પ્રસ્તાવ મુદ્દે સહમત નહીં થાય તો ઈઝરાયલ હુમલા ચાલુ રાખશે અને અમેરિકા તેનું સમર્થન કરશે.
યુદ્ધ સમાપ્ત કરવા ઈઝરાયલની શરત છે કે હમાસે બંધક બનાવેલા તમામ નાગરિકોને છોડવા પડશે. જે બાદ ઈઝરાયલ પણ ધીમે ધીમે પોતાની સેના ગાઝાથી પરત બોલાવી લેશે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ એક પીસ બોર્ડનું પણ ગઠન કરશે અને તેઓ ખુદ તેના પ્રમુખ રહેશે. આ બોર્ડ ગાઝામાંથી સેના હટાવવા તથા શાંતિપૂર્ણ શાસનની સ્થાપના કરવાનું કામ કરશે. ટ્રમ્પે ધમકી પણ આપી છે કે હમાસ આ પ્રસ્તાવ સ્વીકાર નહીં કરે તો ઈઝરાયલ જે કરશે તેને અમેરિકાનું સમર્થન રહેશે.