30, સપ્ટેમ્બર 2025
ઇસ્લામાબાદ |
3267 |
અવામી એક્શન કમિટિની 38 માગો સાથે અનિશ્ચિત મુદતની હડતાળ, લોકો બંદુકો સાથે રસ્તા પર, ઈન્ટરનેટ સર્વિસ બંધ
પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરમાં ફરી બગાવતનું રણશિંગુ ફૂંકાયુ છે. ઠેર ઠેર વ્યાપક દેખાવો થઈ રહ્યાં છે. પાકિસ્તાનની સરકારને ઈન્ટરનેટ સેવા બંધ કરવી પડી છે. દેખાવકારો હવે વધુ આક્રમક દેખાવો કરી રહ્યાં છે. અનેક સ્થળોએ મુઝફરાબાદ એટલે પાક.-કબ્જા નીચેનાં કાશ્મીરનાં પાટનગરમાં તો પરિસ્થિતિ કાબુ બહાર થઈ છે. પથ્થરબાજી, આગજની અને ટાયરો સળગાવી લોકોએ ચક્કા-જામ કરી દીધા છે. સહબાજ સરકારને તોફાનો અટકાવવા માટે સેના મોકલવી પડી છે. પોલીસ-સૈન્યની કાર્યવાહીમાં બે નાગરિકોના મોત નિપજ્યા છે જ્યારે ૨૨થી વધુ ઘવાયા છે.
આંદોલન ડામવા ઈસ્લામાબાદથી ૨૫,૦૦૦ સૈનિકો મોકલાયા
પીઓકેમાં હજી સુધી થયેલા નાગરિક વિદ્રોહમાં રવિવાર રાતથી શરૂ થયેલો વિદ્રોહ હવે વ્યાપક બની ગયો છે. પીઓકેની આવામી-એકશન-કમિટીએ સોમવારથી સમગ્ર પીઓકેમાં દેખાવો યોજવા એલાન આપતા દુકાનો, માર્કેટસ બધાં સજ્જડ બંધ કરાવ્યાં છે તે ક્યારે ખુલશે તે નક્કી નથી.