/
અહિંયા કોરોનાનું સંક્રમણ વધતા 30 એપ્રીલ સુધી તમામ જનસેવા કેન્દ્રો બંધ રહેશે

મોડાસા-

કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. દરરોજ કોરોના સંક્રમીત દર્દીઓની સંખ્યા 5 હજાર ઉપર પહોંચી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં કોરોના સંક્રમણની પરીસ્થિતિ દિન પ્રતિદિન વણસી રહી હોય વધતા જતા કોરોના સંક્રમણને રોકવા માટે જીલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરએ જીલ્લાના તમામ જનસેવા કેન્દ્ર 30 એપ્રીલ સુધી બંધ રાખવા આદેશ કર્યો છે જો કે જનસેવા કામગીરી માટે અતિઆવશ્યક સંજોગોમાં મામલતદારનો સંપર્ક કરવા જણાવ્યું છે.

અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો વિસ્ફોટની ભીતી વચ્ચે રેપીડ ટેસ્ટમાં અનેક લોકો પોઝેટીવ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં 30વર્ષીય યુવકને કોરોના ભરખી જતા ભારે ચકચાર મચી છે. અરવલ્લી જીલ્લામાં આવેલા જન સેવા કેન્દ્ર માં બાયડ, મોડાસા, માલપુર, ધનસુરા, મેઘરજ, સહિત જન સેવા કેન્દ્રમાં રોજીંદા કામકાજ અર્થે હજ્જારો અરજદારો આવતા હોવાથી બીજી લહેરમાં પોઝીટીવ કેસોમાં ચિંતાજનક વધારો થતાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ જિલ્લામાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવી શકાય અને જિલ્લા વાસીઓને કોરોના સંક્રમણ થી બચાવી શકાય તે માટે સરકારની સુચના અનુંસાર અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા ના તમામ તાલુકા ના જનસેવા કેન્દ્રો 30 એપ્રીલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution