10, સપ્ટેમ્બર 2025
મોસ્કો |
2574 |
પોલેન્ડે તેના હવાઈ ક્ષેત્રમાં ધૂસી આવેલા રશિયાના ડ્રોન તોડી પાડ્યાનો દાવો
લાંબા સમય થી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ શાંતિ મંત્રણા વચ્ચે હવે વધુ પડકારજનક બની રહ્યું છે. ત્યારે વધુ એક દેશે આ યુદ્ધમાં ઝંપલાવ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે. મધ્ય યુરોપિયન દેશ પોલેન્ડે તેના હવાઈ ક્ષેત્રમાં ઘૂસી આવેલા અનેક રશિયન ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો છે.
બુધવારે પોલેન્ડે નાટો દેશો સાથે મળીને તેના F-16 ફાઇટર પ્લેનને સરહદે તહેનાત કર્યા હતા. તેમજ રાજધાની વોર્સોમાં તેના મુખ્ય એરપોર્ટ સહિત કુલ ચાર એરપોર્ટ પણ બંધ કરી દીધા હતા. યુક્રેનના પશ્ચિમ સ્થિત આ દેશે આ પગલું ત્યારે ભર્યું છે જ્યારે રશિયા સાથે યુદ્ધ લડી રહેલા યુક્રેનિયન એરફોર્સે પોલેન્ડને ચેતવણી આપી હતી કે રશિયન ડ્રોન હવે યુક્રેનની સરહદ પાર કરીને પોલેન્ડમાં પ્રવેશ કરશે.
જોકે, આ માહિતી પછી ત્વરીત પોલેન્ડની એરફોર્સે તેના ફાઇટર પ્લેન તહેનાત કર્યા. પોલેન્ડની એરફોર્સે કહ્યું છે કે અમારા હવાઈ ક્ષેત્રનું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું. ત્યારપછી આ પગલું લેવામાં આવ્યું છે. પોલેન્ડની આ કાર્યવાહી બાદથી ક્ષેત્રમાં તણાવ વધ્યો છે.