15 ઓગસ્ટ ભારતના સ્વાતંત્ર્ય દિવસે પાકિસ્તાનની વેબસાઈટ હેક: વેબસાઈટ ઉપર ત્રિરંગો દેખાયો 
15, ઓગ્સ્ટ 2020

ઇસ્લામાબાદ-

આજ 15 ઓગસ્ટ ભારતના સ્વાતંત્ર્ય દિવસે પાકિસ્તાનની વેબસાઈટ ઉપર ત્રીરંગો દેખાયો હતો. નળતી માહિતી મુજબ પાકિસ્તાનની વેબસાઈટ ઉપર લખાણ જોવા મળ્યું હતું.જોકે આ લખાણ પાકિસ્તાને નહીં પણ હેકરોએ લખ્યું છે.જે મુજબ વેબસાઈટ ઉપર ત્રિરંગો લહેરાતો જોવા મળવાની સાથે ભગવાન રામની તસ્વીર સાથે જય શ્રી રામ લખેલું જોવા મળ્યું હતું.ઉપરાંત પાકિસ્તાનમાં પણ રામ મંદિરનું નિર્માણ થશે તેવું લખાણ જોવા મળ્યું હતું.તેમજ સત્યમેવ જયતે લખાણ પણ જોવા મળ્યું હતું. પાકિસ્તાનની ફાતિમા જિન્નાહ મહિલા વિશ્વ વિદ્યાલય ,સહીત બીજી વેબસાઈટ ઉપર આ લખાણ જોવા મળ્યા હોવાનું તથા ઇન્ડિયન સાઇબર ટ્રુપ દ્વારા હેક કરાયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution