10, સપ્ટેમ્બર 2025
લેહ |
2970 |
ત્રણ શહીદ જવાનોમાં બે અગ્નિવીરનો પણ સમાવેશ, ગુમ જવાનોની શોધખોળ શરૂ, એક
લદ્દાખના સિયાચેન ગ્લેશિયર પર હિમસ્ખલનની ધટનામાં ભારતીય સૈન્યના ત્રણ જવાનો શહીદ થઇ ગયા છે જ્યારે પાંચ જવાનો ગુમ થયા છે. સેના દ્વારા ગુમ થયેલા જવાનોની શોધખોળ હાથ ધરી છે.
વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર તરીકે ઓળખાતા સિયાચેનમાં -૬૦ ડિગ્રી તાપમાનમાં જવાનો દેશની સુરક્ષા કરી રહ્યા છે. જેમને હિમસ્ખલનની આફતનો સામનો કરવો પડયો હતો. જે ત્રણ જવાનો શહીદ થયા છે તેમાં ગુજરાતના એક જવાનનો પણ સમાવેશ થાય છે. ત્રણેય જવાનો મહાર રેજીમેંટ સાથે જોડાયેલા હતા, એક જવાન ગુજરાત જ્યારે બીજો ઉત્તર પ્રદેશ અને ત્રીજો ઝારખંડનો રહેવાસી હોવાનું જાણવા મળે છે. જ્યારે પાંચ જવાનો હિમસ્ખલન બાદ ફસાઇ ગયા હતા જેમને રેસ્ક્યૂ કરવા ઓપરેશન શરૂ કરાયું હતું. જે ત્રણ જવાનો હાલ શહીદ થયા છે તેમાં બે અગ્નિવીરોનો પણ સમાવેશ થાય છે. હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. જ્યારે એક કેપ્ટનને બચાવી લેવામાં આવ્યાં છે.