શ્રાવણ મહિનાના સુદ પક્ષની પાંચમ તિથિએ નાગ પાંચમ પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ શનિવાર, 25 જુલાઈએ છે. આ દિવસે નાગ દેવતાના પૂજનની પરંપરા છે. ભવિષ્ય પુરાણ સહિત અન્ય પુરાણોમાં પણ તેનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. નાગ પાંચમ સાથે જોડાયેલી કથા પ્રમાણે એવું માનવામાં આવે છે કે, આ દિવસે સ્ત્રીઓ સાપને પોતાનો ભાઈ માનીને તેમની પૂજા કરે છે અને ભાઈ પાસે પોતાના કુટુંબની રક્ષાના આશીર્વાદ લે છે. 

જ્યોતિષીય વિદ્વાનોના જણાવ્યાં પ્રમાણે, નાગપાંચમના દિવસે નાગ દેવતાની પૂજા કરવાથી કુંડળીના રાહુ અને કેતુ સાથે સંબંધિત દોષ દૂર થઇ શકે છે. નાગપાંચમના દિવસે કાલસર્પ યોગની પૂજા પણ કરાવવામાં આવે છે. આ પૂજાથી કામકાજમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થાય છે.

નાગ પંચમીનુંં પર્વ 25 જુલાઇએ ઉજવાશે. દર વર્ષે આ તહેવાર શ્રાવણ માસમાં શુક્લ પક્ષની પાચમી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. નાગ પંચમીના દિવસે સાપ (સર્પ દેવીઓ) ની પૂજા કરવાનુ વિધાન છે.

ધાર્મિક માન્યતા અનુસાર, એવું માનવામાં આવે છે કે આ દિવસે નાગદેવની પૂજા કરવાથી કુંડળીના રાહુ અને કેતુ સાથે સંબંધિત દોષ દૂર થાય છે. સાપનો ડર અને સાપના ડંખથી છૂટકારો મેળવવા માટે નાગ પંચમી પર કાલસર્પ યોગની પૂજા પણ કરવામાં આવે છે.

શ્રાવણ માસની પંચમીને નાગપંચમી તરીકે ઉજવવામાં આવે છે. માન્યતા છે કે આ પંચમી નાગોને આનંદ આપનાર તિથિ છે એટલા માટે તેને નાગપંચમી કહે છે અને તે દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. નાગપંચમીના દિવસે નાગ દેવતાઓની પૂજા કરવામાં આવે છે. નાગ દેવતાઓને સમર્પિત આ પર્વ 25 જુલાઈના મનાવવામાં આવશે.