સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશ ઉત્સવ સોમવાર થી શરૂ થયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં પ્રથમ દિવસે આશરે દસ હજાર બાળકોનો આંગણવાડીઓ, બાલવાડીઓ, બાલવાટિકા તથા ઘો.૧ થી ૮ માં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.ત્યારે વડોદરાના છાણી વિસ્તારમાં આવેલી નારાયણ નગર પ્રાથમિક શાળાની હાલત જાેઈને વિસ્તારના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ ટીકા કરતા કહ્યુ હતુ કે, છાણી સોખડા નાળા પાસે નારાયણ નગર પ્રાથમિક શાળા છાણી-ચાર, તાલુકો વડોદરા, ૧૯૯૬ માં સ્થપાઈ છે. હાલ ધોરણ ૧ થી ૫ માત્ર એક જ રૂમમાં અભ્યાસ કરે છે, અને વિદ્યાર્થીઓની સંખ્યા પણ માત્ર ૧૮ જ છે. અત્યાર સુધી અહીં સંખ્યા ૧૩ની હતી. નારાયણ નગરના ે ૪૫૦ રહેવાસીઓ છે.જ્યારે નજીકમાં ઓમકારપુરામાં આવેલી શાળામાં ૧૦૦ જેટલા બાળકો ભણે છે, જ્યારે છાયાપૂરીમાં ૬૦ બાળકો અભ્યાસ કરે છે. ઓમકારપુરા, છાયાપૂરી અને નારાયણ નગર આ ત્રણેય શાળાને મર્જ કરીને એક સારી શાળા બનાવી વિદ્યાર્થીઓને શિક્ષણ યોગ્ય વાતાવરણ પૂરું પાડવું જાેઈએ. આ વિસ્તાર શહેરની પાસે આવેલો છે.અહીં જાે શાળાની આવી હાલત હોય તો ગ્રામ્ય વિસ્તારમાં શાળાની કેવી દશા હશે? તેમ પણ તેમણે કહ્યુ હતુ.