વોશિંગ્ટન-

કોરોના વાયરસ પર ચીનના દાવાઓને સ્વીકાર કરવા કોઈ તૈયાર નથી. ચારેય બાજુ એક પ્રશ્ન છે કે જે ચીનમાં કોરોના વાયરસ પેદા થયો છે એ દેશ આટલો સુરક્ષિત કઈ રીતે છે? કેવી રીતે ચીનમાં ૬થી ૮ મહિનામાં જિંદગી પાટા પર આવી ગઈ, જ્યારે ભારત સહિત દુનિયાના અનેક દેશ ૨ વર્ષથી આ બીમારીનો સામનો કરી રહ્યા છે. હવે એક નવા ખુલાસાથી કોરોના વાયરસને લઇને ચીનના ઇરાદાઓ પર શક વધારે ઊંડો બન્યો છે. આ રિપોર્ટ ૨૦૧૫ના ઘટનાક્રમ સાથે જાેડાયેલો છે, જ્યારે દુનિયામાં કોરોના વાયરસના ઘાતક પ્રભાવથી લોકો અજાણ હતા, પરંતુ ચીન એ સમયે કોરોના વાયરસને હથિયાર તરીકે ઉપયોગ કરવા વિશે તપાસ કરી રહ્યું હતુ.

એટલું જ નહીં, સંભાવના છે કે ચીની સૈન્ય વૈજ્ઞાનિકોએ ત્રીજુ વિશ્વ યુદ્ધ જૈવિક હથિયારથી લડવાની ભવિષ્યવાણી કરી હતી. અમેરિકન વિદેશ વિભાગને પ્રાપ્ત થયેલા ખુફિયા દસ્તાવેજાેના હવાથી મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. બ્રિટનના ‘ધ સન’ ન્યૂઝ પેપરે ઑસ્ટ્રેલિયાના સમાચાર પત્ર ‘ધ ઑસ્ટ્રેલિયન’ના રિપોર્ટ પ્રમાણે કહ્યું છે કે, અમેરિકન વિદેશ વિભાગને હાથ લાગેલા ‘બોમ્બશેલ’ એટલે કે વિસ્ફોટક જાણકારી પ્રમાણે ચીની સેના ઁન્છના કમાન્ડર આ કુટિલ પૂર્વાનુમાન લગાવી રહ્યા હતા. અમેરિકન અધિકારીને મળેલા આ કથિત દસ્તાવેજ વર્ષ ૨૦૧૫માં સૈન્ય વૈજ્ઞાનિકો અને ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા લખવામાં આવ્યા હતા, જે ખુદ કોવિડ-૧૯ વિશે તપાસ કરી રહ્યા હતા.

ચીની વૈજ્ઞાનિકોએ સાર્સ કોરોના વાયરસની ચર્ચા ‘જેનેટિક હથિયારના નવા યુગ’ તરીકે કરી છે, કોવિડ આનું એક ઉદાહરણ છે. ઁન્છના દસ્તાવેજાેમાં એ વાતની ચર્ચા છે કે એક જૈવિક હુમલાથી શત્રુની સ્વાસ્થ્ય વ્યવસ્થાને ધ્વસ્ત કરી શકાય છે. પીએલએના આ દસ્તાવેજાેમાં અમેરિકન વાયુસેનાના કર્નલ માઇકલ જે.કે. ના અભ્યાસનો પણ ઉલ્લેખ છે, જેમણે ભવિષ્યવાણી કરી હતી કે ત્રીજુ વિશ્વયુદ્ધ જૈવિક હથિયારોથી લડાશે. આ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ૨૦૦૩માં જે જીછઇજીનો ચીન પર એટેક થયો હતો બની શકે કે તે એક જૈવિક હથિયાર હોય જેને આતંકવાદીઓએ તૈયાર કર્યું હોય.

આ કથિત દસ્તાવેજાેમાં એ વાતનો ઉલ્લેખ છે કે આ વાયરસને કૃત્રિમ રીતે બદલી શકાય છે અને આને માનવોમાં બીમારી પેદા કરનારા વાયરસમાં પરિવર્તિત કરી શકાય છે. ત્યારબાદ આનો ઉપયોગ એક એવા હથિયાર તરીકે કરી શકાય છે જેને દુનિયાએ ક્યારેય ના જાેયું હોય. આ દસ્તાવેજમાં ચીનના ટોચના અધિકારીઓનો લેખ છે. ઉલ્લેખનીય છે કે કોવિડ-૧૯નો પહેલા કેસની માહિતી ૨૦૧૯માં મળી હતી. ત્યારબાદ આ બીમારીએ મહામારીનું રૂપ લીધું. આ ખુલાસા બાદ ઑસ્ટ્રેલિયાના રાજનેતા જેમ્સ પેટરસને કહ્યું કે, આ દસ્તાવેજાેએ કોવિડ-૧૯ની ઉત્પત્તિ વિશે ચીનની પારદર્શિતાને લઇને શંકા અને ચિંતા પેદા કરી દીધી છે. જાે કે ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સે આ લેખને પ્રકાશિત કરવા માટે ધ ઑસ્ટ્રેલિયની ટીકા કરી છે અને આને ચીનની છાપ ખરાબ કરવાનું અભિયાન ગણાવ્યું છે.