શું તમને પણ આવાં સપનાંઓ આવે છે? જાણો સ્વપનનાં લાભ અને ગેરલાભ

મનુષ્યના જીવનમાં જ્યોતિષ શાસ્ત્રનું અતિ મહત્વ રહેલું છે, કોઈપણ શુભકાર્ય કરતા પહેલાં આપણે મૂહુર્ત કઢાવીએ છીએ અને શુભ મૂહુર્તમાં જ મહત્વના કાર્યો કરીએ છીએ. એવી જ રીતે સ્વપ્ન શાસ્ત્ર પણ જ્યોતિષ વિદ્યાનો જ એક અંશ છે, જેમાં મનુષ્યને સ્વપ્નથી પોતાના ભવિષ્ય અંગેના સંકેતો મળી જતા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ નીંદરમાં દેખાતા દરેક સપનાંનો એક ખાસ સંકેત હોય છે, એક ખાસ ફળ હોય છે.. અહીં અમે તમને આવાં જ 251 સપનાનો સ્વપ્ન જ્યોતિષ મુજબ સંભવિત ફળ જણાવશું, પહેલા ભાગમાં 50 સ્વપ્નના ફળ જણાવી રહ્યા છીએ.

સપનાં અને તેનાં ફળ 

આંખોમાં આંજણ લગાવવું- શારીરિક કષ્ટ થવું, સપનામાં ખુદના હાથ જોવા- કોઈ નજીકના પરિજનનું મૃત્યુ, સુકાયેલો બગીચો જોવો- કષ્ટોની પ્રાપ્તિ, જબરો બળદ જોવો- અનાજ સસ્તું થશે, પાતળો બળદ જોવો- અનાજ મોંઘું થશે, શિયાળ જોવું- દુશ્મનથી ભય, રાજનેતાનું મૃત્યુ જોવું- દેશ પર સમસ્યાના સંકેત, ડગમગતા પહાડ જોવા- તોઈ બીમારીનો પ્રકોપ થવો, પૂરી ખાવી- પ્રસન્નતાના સમાચાર મળવા, તાંબુ જોવું- ગુપ્ત રહસ્ય વિશે માહિતી મળશે, પલંગ પર ઊંઘવું- ગૌરવની પ્રાપ્તિ, થૂંકવું- પરેશાનીમાં પડી શકો છો, હરીયાળું જંગલ જોવું- પ્રસન્નતા મળશે, સ્વયંને ઉડતા જોવા- કોઈ મૂસિબતથી છૂટકારો મળશે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution