ઠંડું પાણી પીવાથી થઇ શકે છે કબજિયાતની સમસ્યા

ઉનાળો ચાલુ થઇ ગયો છે. ગરમી ત્યારે તમે ફ્રીઝમાં મૂકેલું ઠંડું પાણી પીતા હોય તો ધ્યાન રાખજો. શું તમે જાણો છો કે એ ઠંડું પાણી પીવાથી સ્વાસ્થ્યને કેટલાક નુકસાન થાય છે. ઉનાળાના દિવસોમાં સામાન્યત: ઠંડુ પાણી પીવાથી જ તરસ છીપાતી હોય છે અને ઠંડુ પાણી દરેક લોકોને ખૂબ ભાવે છે. આ જ કારણ છે કે ઘણા લોકો ફ્રિઝનુ ખૂબ ઠંડુ પાણી કે ચિલ્ડ વોટર પીવાનું પસંદ કરે છે.જો કે આજે તમને જાણશો ફ્રીઝનું પાણી પીવાના નુકસાન માટે તો તમે આજથી જ ઠંડું પાણી પીવાનું મૂકી દેશો.  

 ફ્રીઝનું પાણી પીવાથી મોટું આંતરડું સંકોચાય છે. જેનાથી એ કામ યોગ્ય રીતે કરી શકતી નથી. પરિણામ સ્વરૂપ સવારે યોગ્ય રીતે પેટ સાફ થતું નથી અને મળ પેટમાં જામે છે. આ પાણીને પીવાથી લાંબા સમયની કબજિયાત થઈ શકે છે, જેનાથી તમારું પૂરું તંત્ર બગડા છે અને બીજા ઘણા રોગો જન્મ લે છે. આયુર્વેદમાં કબ્જને બધા રોગોનો મૂળ કહેવાય છે.   વધારે ઠંડા પાણી પીવાથી શરીરની કોશિકાઓ સંકોચી જાય છે અને યોગ્ય રીત કામ નહી કરતી. તેનો અસર તમારા મેટાબૉલિજ્મ અને આરોગ્ય પર સીધો અસર પડે છે. આ તમારી ધડકનને ઓછું પણ કરી શકે છે.  વધારે ઠંડુ પાણી પીવાથી ગળું ખરાબ થવાની શકયતા વધારે હોય છે. દરરોજ જો તમે આ ટેવને સતત રાખશો તો ટાંસિલ ગળા, ફેફંસા અને પાચન તંત્રના રોગ થવું સામાન્ય વાત છે.  ફ્રીઝનું પાણી આરોગ્ય માટે નુકસાનદાયક થઈ શકે છે અને તેનું એક મોટું કારણ એ છે કે ફ્રીઝમાં પાણી કૃત્રિમ રીતે સામાન્યથી વધારે તાપમાન પર હોય છે જે નુકસાનદાયક છે.  


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution