આપણાં શરીરમાં 75 ટકા પાણી હોય છે. જેથી શરીરમાં પાણીની કમી સર્જાય તો કેટલીક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. જેના વિશે આપણને ખબર હોતી નથી. રોજિંદા જીવનમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવું ખૂબ જ જરૂરી છે. જ્યારે તમને તરસ લાગે ત્યારે પાણી પી લેવું પૂરતું નથી. પણ બોડીને પાણીની જરૂર હોય તે પહેલાં પાણી પીવાની આદત પાડવી જોઈએ. રોજ 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. સાથે જ રોજ સવારે પાણી પીવાની આદત પાડવી જોઈએ.

જ્યારે શરીરમાં પાણીની કમી થવા લાગે છે ત્યારે શરીર પાણીની માંગણી કરવા લાગે છે, પણ આ જરૂર કેટલી છે અને જરૂર પ્રમાણે કેટલું પાણી પીવું તે પણ જાણવું જરૂરી છે. તરત લાગ્યા પહેલાં પાણી પીવું દવાની જેમ કામ કરે છે. પાણી શરીરમાં રહેલાં હાનિકારક તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. તેનાથી શરીર નિરોગી રહે છે અને લીવર અને કિડની પણ સ્વસ્થ રહે છે. લોહી સાફ થાય છે અને બોડીમાં બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે. લોહી સાફ થવા પર ચહેરા પર ચમક પણ વધે છે. 

માસપેશીઓ મજબૂત થાય છે :

સવારે જાગીને નરણાં કોઠે પાણી પીવાથી નવા સેલ્સ ઝડપથી બનવાનું શરૂ થઈ જાય છે. તેનાથી માસપેશીઓ પણ મજબૂત બને છે અને નષ્ટ થયેલાં સેલ્સ પણ બનવા લાગે છે. પાણી લોહીમાં હાનિકારક તત્વોને ભળવા દેતું નથી અને તેના શુદ્ધિકરણમાં સહાયક હોય છે. તેનાથી નવા સેલ્સ અને માસપેશીઓ બનવાની પ્રક્રિયા વધી જાય છે.

મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે: 

પાણી પીવાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે. જો તમે વેટ લોસ કરવા માગો છો તો પાણી પીવાનું શરૂ કરી દો, કારણ કે તેનાથી મેટાબોલિક રેટ ઝડપથી વધે છે. પાણી કબજિયાતનો પણ દુશ્મન છે. સવારે નવશેકું પાણી પીવાનું શરૂ કરી દો. તેનાથી કબજિયાતનો રોગ ખતમ થઈ દશે. સવારે નરણાં કોઠે પાણી પીવાથી ગળું, માસિક ધર્મ, પેશાબ અને કિડની સંબંધી સમસ્યાઓ શરીરમાંથી દૂર થઈ જાય છે.

તણાવ ઓછો થાય છે:

તણાવ દૂર કરવા માટે પણ પાણી પીવું ખૂબ જ જરૂરી છે. પાણી મગજને ઓક્સીજન પહોંચાડવાનું કામ કરે છે. તેનાથી મગજ સક્રિય રહે છે. યૂરીનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન, યૂરીનમાં બળતરા અને અન્ય સમસ્યાઓ થતી નથી. પાણી પીવાથી ઈન્ફેક્શન પણ દૂર થાય છે.

નાની-નાની બીમારીઓથી શરીર સુરક્ષિત રહે છે:

જો તમને વધુ પરસેવો આવે છે અને બોડીનો તાપમાન વધતો-ઘટતો રહે છે તો તમારા માટે પાણી દવાની જેમ કામ કરશે. પાણી પીવાથી શરીરનો તાપમાન કંટ્રોલમાં રહે છે. તેનાથી નાની-નાની બીમારીઓથી શરીર સુરક્ષિત રહે છે.