પિતાનુ ડ્રીમ IAS નું હતું, પણ છોકરો અવકાશયાત્રી બની ગયો! કોણ છે શુભાંશુ શુક્લા?
09, જુન 2025 7326 |
ભારત અવકાશ ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરવા તરફ સતત આગળ વધી રહ્યું છે. દેશ તેની અવકાશ યાત્રામાં ફરીથી ઇતિહાસ લખવા જઈ રહ્યો છે. 4 દાયકા પછી, આવતા મહિને એક ભારતીય અવકાશયાત્રીને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત ફરી એકવાર અવકાશમાં ધ્વજ ફરકાવવા માટે તૈયાર છે. અને આ વખતે શુભાંશુ શુક્લા ભારતીય ગૌરવના વાહક બનશે. ભારતીય વાયુસેનાના ગ્રૂપ કૅપ્ટન શુભાંશુ શુક્લા ટૂંક સમયમાં દેશના બીજા અવકાશયાત્રી બની જશે, તેઓ 10 જૂને યુએસ સ્પેસ સેન્ટરથી 14 દિવસના મિશન પર જવાના છે.
પરંતુ આજે અમે તમને શુભાંશુ શુક્લા વિષે કેટલીક એવી રસોરાડ વાત જણાવવાના છે કે જેને જાણીને તમને થશે કે ખરેખર નસીબમાં જે લખેલું હોય તે જ થાય છે,આ વાત અમે એટલા માટે કરી રહ્યા છે કારણકે, શુભાંશુ શુક્લાના પિતા તેમને આઈએએસ બનાવવા માગતા હતા પરંતુ નસીબનો એવો ખેલ થયો કે આજે એ જ શુભાંશુ અવકાશયાત્રી બની ભારતના ગૌરવ વધારવામાં ભાગીદાર થવા જય રહ્યા છે. ડિટેલમાં મી.રી.મુ, ઉત્તર પ્રદેશના લખનૌમાં 10 ઓક્ટોબર, 1985ના રોજ જન્મેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેમને 17 જૂન, 2006ના રોજ ભારતીય વાયુ સેનાના ફાઇટર સ્ટ્રીમમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.