રાજ્યોની નાણાંકીય ખાધ જીડીપીના 4.7 લાખ કરોડના રેકોર્ડ સ્તરે પહોંચવાની ભીતિ
23, જાન્યુઆરી 2021

 દિલ્હી-

કોરોનાને કારણે લાગુ કરાયેલા લોકડાઉન તથા તેને કારણે ઊભી થયેલી આર્થિક મંદીને પરિણામે દેશના રાજ્યોની વેરા મારફતની આવકમાં જાેરદાર ફટકો પડયો છે. આવક પર પડેલા મારને કારણે રાજ્યોની મહેસુલી ખાધમાં વર્તમાન નાણાં વર્ષમાં વાર્ષિક ધોરણે ચાર ગણો વધારો થવાની શકયતા રહેલી છે.

રાજ્યોની એકંદર ગ્રોસ ફિસ્કલ ડેફિસિટ વધીને રૂપિયા ૮.૭૦ ટ્રિલિયન અથવા ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડકટસના ૪.૭૦ સાથે ઓલટાઈમ હાઈ જાેવા મળશે એમ ક્રિસિલના એક રિપોર્ટમાં જણાવાયું છે. અર્થતંત્રમાં સુધારા સાથે વેરા વસૂલીમાં તબક્કાવાર વધારો જાેવા મળશે. ઊંચા દેવા બોજને કારણે વ્યાજ ખર્ચમાં થયેલા વધારા રાજ્યોની મહેસુલી ખાધને આગામી બે-ત્રણ વર્ષ સુધી ઊંચી રાખશે તેવો અંદાજ મુકાઈ રહ્યો છે.

કોરોનાની મહામારી વચ્ચે મહેસુલી તથા માળખાકીય ખર્ચને પહોંચી વળવા રાજ્યોએ બજારમાંથી નાણાં ઊભા કરવાની ફરજ પડી છે જેને કારણે તેમના દેવાબોજમાં વધારો થયો છે. દેવાબોજ તથા ખર્ચમાં વધારાને પરિણામે રાજ્યોના ક્રેડિટ જાેખમમાં પણ વધારો થવાની શકયતા નકારાતી નથી.

ખર્ચની જરૂરિયાતોને પહોંચી વળવા વર્તમાન વર્ષમાં રાજ્યોને વધુ નાણાં ઉછીના મેળવવા કેન્દ્રએ પરવાનગી આપી છે. ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડકટસના ત્રણ ટકા ઉપરાંત રાજ્યોને બે ટકા વધારાની બોરોઈંગ મર્યાદા પૂરી પાડવામાં આવી છે. આને કારણે રાજ્યોના દેવાબોજમાં વધારો થયો છે.

દેશના ૧૮ રાજ્યોની નાણાં સ્થિતિનો અભ્યાસ કરી ક્રિસિલનો આ મત આવી પડયો છે. વર્તમાન નાણાં વર્ષમાં રાજ્યોની ગ્રોસ ફિસ્કલ ડેફિસિટમાં મહેસુલી ખાધનો હિસ્સો ૭૦ ટકા જાેવા મળી રહ્યો છે જે છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ ૧૫ ટકા જાેવા મળ્યો હતો.

ઊંચી મહેસુલી ખાધને કારણે રાજ્યોએ તેમના મૂડીખર્ચમાં પણ ઘટાડો કરવાની ફરજ પડશે. બોરોઈંગ મર્યાદા જાળવી રાખવા આ દબાણ આવશે જેથી આવનારા વર્ષોમાં ગ્રોસ ફિસ્કલ ડેફિસિટનું પ્રમાણ ઊંચુ જાેવા મળી શકે છે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution