કોંગ્રેસના રાજમાં એકાદ ચીજમાં ૫ણ બે-પાંચ રૂપિયાનો ભાવવધારો થાય ત્યારે આંદોલનો-તોફાનો કરવા જાહેર માર્ગ પર ઉતરી પડતા ભાજપાના નેતાઓ-કાર્યકરો આજે તમામ જીવનજરૂરી ચીજાેમાં અસહ્ય ભાવવધારો થઈ રહ્યો છે, ત્યારે વાતાનુકુલિત કમરાઓમાં બેસી મિષ્ટાનો આરોગી રહ્યા છે. લાચાર પ્રજા હવે સરકાર સામે લડવાનું ઝનૂન પણ ખોઈ ચૂકી છે અને સશક્ત વિપક્ષની ભૂમિકા ભજવવાના રાજકીય કારણોસર ભલે હોય પણ કોંગ્રેસે મોંઘવારી સામે આંદોલન છોડી સામાન્ય પ્રજાની લાગણીનો પડઘો પાડયો છે. તસવીર ઃ કેયુર ભાટીયા