લોકસત્તા ડેસ્ક

મહિલાઓ સૌથી વધી ચિંતિત તેના ચહેરાને લઈને હોય છે. ચહેરાની સુંદરતા વધારવા માટે તે અવનવા ઉપાયો કરતા રહે છે. ચહેરાનો સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર હોય તો તે છે આંખ અને આઈબ્રોઝ. આંખને અલગ અને ખુબસુરત દેખાડવા માટે તેનો મેકઅપ પરફેક્ટ રીતે થવો ખુબ જરૂરી છે.

ચહેરા માટે પરફેક્ટ આઈબ્રો  શેપ મેળવવું આસાન નથી પરંતુ સાચી રીતે મેકઅપ કરવાથી આઈબ્રોનો પરફેક્ટ શેપ બને છે. તમે આ મેકઅપ હૈકનો ઉપયોગ કરીને આઈબ્રોને એક બહેતર લુક આપી શકે છે. આવો જાણીએ હૈકનો કેવી રીતે ઉપયોગ કરે છે ?

આઈબ્રોને કંસીલરથી કરો સેટ

આપણે બધાને ખબર છે કે, કોઈની આઈબ્રો જાડી હોય તો છે કોઈની પતલી હોય છે. કેટલીક આઈબ્રો અમુક જગ્યાએથી ખાલી છે. આ સ્થિતિમાં ક્રીમ અને કન્સિલરનો ઉપયોગ કરીને તે વિસ્તારના પાતળા અથવા ફેલાયેલા વાળને કંસીલરનો ઉપયોગ કરીને સેટ કરો. આઈબ્રોના આગળના હિસ્સા પર કંસીલરને બ્રશની મદદથી લગાઓ. તે પછી આઈબ્રો પેન્સિલ લગાવો, જેનાથી તે ખૂબ જ કુદરતી દેખાશે.

આઈબ્રોને કરો આ રીતે કટિંગ

હંમેશાં બંને આઈબ્રોના શેપમાં થોડો તફાવત હોય છે. તે સમયે આઈબ્રોને એક સરખો લુક આપવા માટે સાચી રીતે કટિંગ કરો. આ માટે તમે તમારા આઈબ્રોને પહેલા સ્પુલીની મદદથી નીચેથી ઉપરની તરફ કરો. આ બાદ સ્પુલીની હોલ્સ કરવા માટે નાની કાતરથી આઈબ્રો હેરને કાપીને પરફેક્ટ શેપ આપો.

સ્પુલીનો ઉપયોગ આઈબ્રોને બ્રશ કરવા માટે કરવામાં આવે છે. સ્પુલી ના હોવા પર તમે સુકાયેલા મસ્કરાના વેન્ડનો પણ ક્લીન કરીને ઉપયોગ કરી શકો છો. જો તમારી પાસે મસ્કરાની વેન્ડ નથી તો ટુથબ્રશનો ઉપયોગ કરી શકો છો. જૂના ટૂથબ્રશ ઉપર થોડું હેર સ્પ્રે કરો અને પછી તેને તમારા આઈબ્રો પર સેટ કરો.