08, માર્ચ 2024
792 |
ગાંધીનગર લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના દહેગામ વિધાનસભાના પૂર્વ ઉમેદવાર સુહાગ પંચાલ સહિતના કાર્યકરોએ ‘આપ’નું ઝાડુ છોડીને ભાજપની કેસરી ટોપી પહેરી છે. ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે આમ આદમી પાર્ટી-’આપ’ના નેતા અને કાર્યકરો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. જ્યાં દહેગામ વિધાનસભાના ‘આપ’ના પૂર્વ ઉમેદવાર સુહાગ પંચાલ સહિત મોટી સંખ્યામાં ‘આપ’ના કાર્યકરોએ ‘આપ’ છોડીને ભાજપમાં જાેડાયા હતા. પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલના હસ્તે કેસરી ખેસ અને ટોપી પહેરીને કેસરિયા કર્યા હતા.