IIM અમદાવાદના 395 વિધ્યાર્થીઓનું પ્લેસમેન્ટ , સરેરાશ વાર્ષિક પેકેજ 35 લાખ
20, સપ્ટેમ્બર 2025 અમદાવાદ   |   2376   |  

એક  વિદ્યાર્થીને 1.10 કરોડનું વાર્ષિક પેકેજ,  બે વિદ્યાર્થીને વિદેશમાં પ્લેસમેન્ટ

11 વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ ન સ્વીકાર્યું

આઈઆઈએમ અમદાવાદ દ્વારા 2023-25ની પીજીપી એમબીએની બેચના વિદ્યાર્થીઓના ફાઈનલ પ્લેસમેન્ટનો રિપોર્ટ જાહેર કરવામા આવ્યો છે. આ રીપોર્ટ મુજબ કુલ 395 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયુ છે. જેમાં સરેરાશ કહી શકાય તેટલુ વાર્ષિક પેકેજ 34થી 35 લાખ રૂપિયાની આસપાસ છે. જ્યારે 11 વિદ્યાર્થીએ સંસ્થા દ્વારા પ્લેસમેન્ટ સ્વીકાર્યું ન હતું કે ભાગ લીધો ન હતો.

આઈપીઆરએસ પ્લેસમેન્ટ રિપોર્ટ અનુસાર, આઈઆઈએમ અમદાવાદના પીજીપીએમબીબીએ પ્રોગ્રામમાં 2025માં કુલ 383 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે 9 વિદ્યાર્થીઓ ડ્યુઅલ ડિગ્રીના છે. 2025ના ફાઈનલ પ્લેસમેન્ટમાં કુલ 406 વિદ્યાર્થીઓ લાયક હતા. પરંતુ 11 વિદ્યાર્થીએ સંસ્થાના પ્લસમેન્ટમાં ભાગ ન લઈને પોતાની રીતે નોકરી મેળવવાનું પસંદ કર્યું હતું. જ્યારે કુલ 395 વિદ્યાર્થીઓનું ફાઈનલ પ્લેસમેન્ટ થયું હતું. જેમાં એવરેજ 34.59 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ રહ્યું છે. કુલ વિદ્યાર્થીઓ અને પેકેજની કુલ રકમને જોઈએ તો એવરેજ 35.50 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ છે.

એક વિદ્યાર્થીને સૌથી વધુ 1.10 કરોડ રૂપિયાનું અને એક વિદ્યાર્થીને સૌથી ઓછું 17 લાખ રૂપિયાનુ વાર્ષિક પેકેજ મળ્યુ હતું. હાઈએસ્ટ પેકેજમાં સેલેરી 71.12 લાખ રૂપિયા અને એવેરેજ પેકેજમાં સેલેરી 25.31 લાખ રૂપિયા છે. કુલ 395 વિદ્યાર્થીઓમાં 393 વિદ્યાર્થીઓનું ભારતની કંપનીઓમાં અને બે વિદ્યાર્થીનું દુબઈની કંપનીમાં પ્લેસમેન્ટ થયું છે. ફોરેન પ્લેસમેન્ટમાં 1.03 લાખ ડૉલરથી વધુનું પેકેજ છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution