20, સપ્ટેમ્બર 2025
નવી દિલ્હી |
2277 |
24-25 સપ્ટે. મિસાઇલ ટેસ્ટિંગ થવાની શક્યતા
ભારત બંગાળની ખાડીમાં ૨૪ અને ૨૫મી સપ્ટે.ના રોજ મિસાઇલ પરીક્ષણ માટે નોટિસ ટુ એરમેન જાહેરનામુ જારી કર્યુ છે. સપ્ટે.માં થનારા અગ્નિ મિસાઇલ પરીક્ષણની મારક ક્ષમતા ૧,૫૦૦ કિ.મી. સુધી છે. અગાઉ ભારતે ૫,૦૦૦ કિ.મી. સુધીની મારક ક્ષમતાવાળા બેલેસ્ટિક અગ્નિ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યુ હતું. આ પરીક્ષણથી ચીન-યુરોપના કેટલાક દેશોમાં ફફડાટ ફેલાયો હતો. આ ગયા છે.
ભારતના અગ્નિ મિસાઇલની રેન્જ 1,500 કિ.મી. હશે
આ પહેલા પણ આ દેશ અગ્નિ-૫ મિસાઇલના પરીક્ષણથી પણ ગભરાટ ફેલાયો હતો. તેની હદમાં ચીન, પાકિસ્તાન અને યુરોપના કેટલાક દેશ પણ તનાવમાં આવી ગયા હતા. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે ઓડિશાના ચાંદીપુર સ્થિત એકીકૃત પરીક્ષણ કેન્દ્રમાંથી કરવામાં આવેલા પરીક્ષણે બધા માપદંડ અને ટેકનિકલ માપદંડ પાર પાડયા છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશનએ આ વર્ષના પ્રારંભમાં અગ્નિ-૫ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યુ છે. આ પરીક્ષણમાં પાંચ હજાર કિ.મી. સુધીની મારક ક્ષમતાનું પ્રદર્શન કર્યુ હતું.
ઇન્ડિયન ડિફેન્સ અપડેટ્સ આઇડીયુએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ભારતે ૨૪ અને ૨૫મી સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીમાં ૧,૪૩૦ કિ.મી.ની પ્રહાર ક્ષમતાવાળા મિસાઇલનું પરીક્ષણ કરવાનું છે.આ માપદંડ હાઇપરસોનિક લોંગ રેન્જ એન્ટિ શિપ મિસાઇલ એક મેક ૧૦ ક્લાસ ૧,૫૦૦ કિ.મી.ની રેન્જવાળુ પ્રોફાઇલ મુજબનું શસ્ત્ર છે. જો તેને સમર્થન મળે તો આ પ્રણાલિનું આ બીજું સફળ પરીક્ષણ હશે.