હોંગકોંગમાં 450 કિલોનો 100 વર્ષ જૂનો જીવીત બોમ્બ મળ્યો
20, સપ્ટેમ્બર 2025 હોંગકોંગ   |   2772   |  

2018માં પણ આવો બોમ્બ મળ્યો હતો

હોંગકોંગમાં ખોદકામ દરમિયાન લગભગ 100 વર્ષ જૂનો બીજા વિશ્વયુદ્ધના સમયનો જીવીત બોમ્બ મળી આવ્યા બાદ હડકંપ મચ્યો છે. બાંધકામ સાઈટ પરથી આ વિશાળ બોમ્બ મળી આવ્યો હતો. જેની જાણકારી અધિકારીઓને મળતાં તેમણે તાત્કાલિક વિસ્તારને વિસ્તાર ખાલી કરાવ્યો હતો.

બોમ્બને કારણે સમગ્ર વિસ્તારમાં ભય ફેલાયો હતો. અને 6,000 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મળતી વિગતો મુજબ આ બોમ્બનું વજન 450 કિલો છે અને તે 1.5 મીટર લાંબો છે. પોલીસનું કહેવું છે કે બોમ્બ અત્યંત ખતરનાક છે અને તેને ડિસ્પોઝ કરતી વખતે વિસ્ફોટ થવાની આશંકાઓ છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા.

સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ જ્યાંથી આ બોમ્બ મળ્યો હતો ત્યાંથી નજીકની 18 ઇમારતો ખાલી કરાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ઘરે ઘરે જઈને બચી ગયેલા લોકોની તપાસ કરી. નોંધનીય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હોંગકોંગ અને જાપાન વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. ખોદકામ દરમિયાન વિસ્ફોટ થયેલા બોમ્બના અવશેષો ઘણીવાર મળી આવે છે.

2018 માં વાન ચાઈ જિલ્લામાં પણ આવો જ બોમ્બ મળી આવ્યો હતો. ત્યારબાદ, 1,200 લોકોને બહાર કાઢવા પડ્યા હતા. બોમ્બને ડિફ્યૂઝ કરવામાં લગભગ 20 કલાક લાગ્યા હતા.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution