ગાંધીનગર-
જાે તમને સેલ્યુલર કંપનીના નામે સીમકાર્ડ અપગ્રેડ કરાવવા માટે ફોન આવે તો ચેતજાે. કારણકે એવી ટોળકી સક્રિય થઈ છે જે સીમકાર્ડ અપગ્રેડ કરાવવાના બહાને ફોન કરી એક એસ.એમ.એસ મોકલે છે. બાદમાં ફોન નેટવર્ક બંધ કરાવી ફોન હેંગ કરે છે અને ૨૪ કલાકમાં જ નંબર બેન્ક એકાઉન્ટ સાથે લિંક હોવાથી બેન્ક એકાઉન્ટમાંથી નાણાં અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી સેરવી લે છે. ઠગાબાજાેએ હવે સેલ્યુલર કંપનીઓનો આધાર લઈને લોકો સાથે ઠગાઈ કરવાની મોડ્સ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. ગાંધીનગર ખાતે ગુજરાત પંચાયત પસંદગી બોર્ડમાં પી.એ. તરીકે નોકરી કરતી મહિલાને એક ફોન આવ્યો હતો. ફોન કરનારે આઈડિયાનું સીમકાર્ડ ૩જીમાંથી ૪જી કરાવવાનું કહું એસ.એમ.એસ નો જવાબ આપવાનું કહી ફોન હેન્ગ કરી લીધો હતો.
આ નમ્બર બેન્ક એકાઉન્ટ સાથે મર્જ કરેલો હોવાથી સાયબર ક્રાઇમ આચરતા લોકોએ મહિલાના ૮.૫૦ લાખ અન્ય એકાઉન્ટમાં મેળવી લઈ ઠગાઈ આચરી હતી. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, રાણીપ ખાતે રહેતા રેખાબહેન યાદવ ગુજરાત પંચાયત પસંદગી બોર્ડ ગાંધીનગર ખાતે પી.એ. તરીકે નોકરી કરે છે. ગત ૯મી જુનના રોજ તેમને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતે આઈડિયા કંપનીમાંથી બોલે છે તેવું કહી સીમકાર્ડ થ્રિજીમાંથી ફોર જી નેટવર્ક કરવાનું હોય તો એક મેસેજ આવે તેમાં વાય લખીને રીપ્લાય કરવાનો રહેશે, તેમ વાત કરી હતી. બાદમાં તેમનો ફોન બંધ થઈ ગયો હતો અને આવતીકાલ સાંજ સુધીમાં નેટવર્ક આવી જશે તેવું આ શખશે કહ્ય્šં હતું.
જાેકે છતાંય ફોન ચાલુ ન થયો. રેખાબહેન તાત્કાલિક આઈડિયાની ઓફિસે ગયા ત્યાંથી કહ્ય્šં કે, કંપની તરફથી આવા કોઈ ફોન મેસેજ નથી કરાયા. બાદમાં મોબાઈલ નંબર બેન્ક એકાઉન્ટ સાથે લિંક હોવાથી શંકાઓ જતા તેઓ બેંક એકાઉન્ટ તપાસયું ત્યારે રૂપિયા ઉપડી ગયાની જાણ થતા જ તેઓ તાત્કાલિક બેંકનો સંપર્ક સાધ્યો હતો. તો બેન્ક એકાઉન્ટમાંથી ગઠિયાઓએ અઢી લાખ ઉપરાંત પ્રિ એપૃવડ લોન કરાવી કુલ ૮.૫૦ લાખ અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. એક બાદ એક મોડ્સ ઓપરેન્ડી સાયબર ક્રિમિનલો અપનાવી રહ્યા છે. ત્યારે પોલીસ તો આવા તત્વો પર નજર રાખી તેઓને પકડી રહી છે. પણ ખાસ તકેદારી લોકોએ રાખવી તે જરૂરી બન્યું છે.