પીએમ મોદીને મળ્યાં ત્યારે જ્યોર્જિયા મેલોનીએ કહ્યું તમે શ્રેષ્ઠ છો, હું તમારી જેમ બનવાનો પ્રયત્ન કરી રહી છું
18, જુન 2025 2376   |  


વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની વચ્ચે કેનેડાના કનાનાસ્કિસમાં ચાલી રહેલી જી૭ શિખર સંમેલનમાં મુલાકાત થઈ હતી. આ દરમિયાન મેલોનીએ પીએમ મોદીને કહ્યું કે, તમે શ્રેષ્ઠ છો, હું તમારી જેમ બનવાનો પ્રયત્ન કરી રહી છું. બંને નેતાઓ વચ્ચેની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બંને નેતાઓ મુલાકાત કરતાં, હાથ મિલાવતા અને હસતા ચહેરે એકબીજાના ખબરઅંતર પૂછતાં જાેવા મળી રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution