દિલ્હી-

દેશમાં આગલા કવાર્ટરમાં 8.9%થી જુલાઈ સપ્ટેમ્બરમાં બેરોજગારી દર ઘટી 8.4% થયો હોવા છતાં દેશનાં 6 રાજયોના શહેરોમાં બેરોજગારી વધી છે. સતાવાર આંકડા મુજબ ગુજરાત, કેરળ, આંધ્રપ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મિરમાં શહેરી બેરોજગારી વધી છે. જુલાઈ-સપ્ટેમ્બર 2019 માટેનાશહેરી વિસ્તારોના પીરિયોડીક લેબર ફોર્સ સર્વે મુજબ ગુજરાતમાં શહેરી બેરોજગારી દર 1.3% વધી 4.3% થયો છે. 

એનું સંભવિત એક કારણ નીચો બેસ છે એ પછી કેરળમાં બેરોજગારી આ ગાળા સુધી 16.9% થઈ હતી. આંધ્રપ્રદેશમાં બેરોજગારી 1 ટકા વધી 10.1% થઈ હતી. બેરોજગારીમાં જોરદાર ઘટાડો હરિયાણામાં નોંધાયો છે. આ રાજયમાં એપ્રિલ-જૂન 2019માં બેરોજગારી દર 11.5% હતો તે જુલાઈ સપ્ટેમ્બર 2019માં ઘટી 7.5% થયો છે. ઓડીશામાં પણ બેરોજગારી દર 12.4% ઘટી 10.9% થયો હતો. 

શહેરોમાં જુલાઈ-સપ્ટેમ્બર 2019 દરમિયાન 15-29 વયજૂથના યુવાનોમાં બેરોજગારી 1% ઘટી 20.6% થઈ હતી. અલબત, આંધ્રપ્રદેશ, આસામ, છતીસગઢ, દિલ્હી, ગુજરાત, કેરળ, પંજાબ, ઉતરપ્રદેશ અને પશ્ચીમ બંગાળ એમ નવ રાજયોમાં યુવાનોમાં બેરોજગારી વધુ વધ્યો હતો. લેબર ફોર્સ પાર્ટિશિયેન રેટ (એસએફપીઆર) એટલે કે નોકરી કરતા અથવા શોધતા વસતીના પ્રમાણ, શહેરોમાં 46.5%થી વધી 47.3% થયો છે, પણ હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ અને ઓડીશાના શહેરોમાં આ દર વધી રહ્યો છે. 

પહેલી જ વાર મહિલાઓ માટેનો એસએફપીઆર શહેરોમાં વધ્યો છે. એપ્રિલ-જૂનમાં 19%થી વધી 20.3% થયો હતો. ત્રિમાસિક સર્વે શરુ કરાયા ત્યારથી લેબર માર્કેટમાં નાટકીય બદલાવ આવ્યો છે. 2020માં કોરોના લોકડાઉનની વેપાર ઠપ્પ થઈ જતાં રોજગારીને મોટો ફટકો પડયો છે. સેન્ટર ફોર મોનીટરીંગ ઈન્ડીયન ઈકોનોમીના ડેટા પ્રમાણે લોકડાઉનનો જડબેસલાક અમલ હતો ત્યારે મે, 2020માં બેરોજગારી દર 2.71%ના શિખરે પહોંચ્યો હતો.