અરવલ્લી,નનાનપુર : ભાદરવી પૂનમથી ગૌમાતાવૃતનો પ્રારંભ થાય છે.શ્રદ્ધાળુ માતા, બહેનો દ્વારા આ વૃત નકોરડા ઉપવાસ કરી ગાય માતાજીની પૂજા, અર્ચના અને ગૌમાતા સહિતના તેત્રીસ કોટિ દેવદેવીઓની આરાધના કરવામાં આવે છે. વૃતધારી બહેનોએ આ માટે થોડાક દિવસ ગૃહત્યાગ કરી મંદિરમાં જ રહી આ ગૌમાતા વૃત એટલે કે ગૌત્રાત વૃત કરવાનું હોય છે.મંદિરમાં જ ગાયની પૂજા, સેવા અને સત્સંગ કરવારનો હોય છે.પૂજા અર્ચના અહીં જ કરવામાં આવે છે.વૃતધારી તમામ બહેનો માતાઓ પૂર્ણ પવિત્રતાથી આ વૃત બિલકુલ નકરડા ઉપવાસ અને ગાય માતાના ઝરણાંનું આચમન લ‌ઈ બિલકુલ આહાર લીધા સિવાયની આ તપસ્યા કરે છે. આ વરસે પણ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના હડીયોલ ગામે માતા, બહેનો દ્વારા આ ગૌત્રાતવૃતનો પ્રારંભ કર્યો છે. પાંચેક દિવસ સુધી હડીયોલમાં આ વૃત ચાલશે.હડીયોલમા ગાય માતાની પૂજા, અર્ચના, આરતી, ભજન સત્સંગની પવિત્ર ગંગામાં આ વૃતધારી બહેનો, માતાઓ જ્ઞાન સરીતામાં જ્ઞાન સત્સંગ માણશે. હડીયોલ ગામે ચાલનાર આ વૃતમાં હડીયોલ અને તલોદની બહેનો, માતાઓ પણ તપસ્યામાં ભાગ લ‌ઈ ધન્ય બની રહ્યા છે.