વડોદરા, તા ૨૭

ગોત્રી-સેવાસી રોડ પર આવેલ શૈશવ શાળામાં વાલીઓએ શાળા નાં શિક્ષકો અને સંચાલકો પર આરોપ કર્યા છે કે બાળકની તબિયત બગડે અને ઉલ્ટી કર ેતો તેની જાણ વાલીઓને કરવામાં આવતી ન હતી. આ અંગેની અરજી ગોત્રી પોલીસ સ્ટેશનમાં આપ્યા બાદ આજે વાલીઓને શી ટીમ દ્વારા પોલીસ કમિશનર ઓફિસ તેમની રજૂઆત સાંભળવા માટે બોલાવવામાં આવ્યા હતા.૧૯ બાળકોની ફી પરત માંગીને લિવિંગ સર્ટી માંગ્યા હતા.

ગોત્રી સેવાસી રોડ પર આવેલ શૈશવ શાળામાં નર્સરીમાં અભ્યાસ કરતા વિર્ઘાથીઓને શિક્ષકો દ્રારા માંનસિક ત્રાસ સહિત શારીરીક રીતે માર મારવામાં આવે છે અને નાના બાળકો ને નખોરીયા ભરવામાં આવે છે તેવાં આરોપો સાથે શૈશવ શાળાનાં વાલીઓએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં અરજી કરી શાળા સંચાલકો સામે કાર્યવાહી ની માંગ કરી હતી,

શૈશવ શાળાનો નર્સરીનાં બાળકો સાથે માર મારવામાં આરોપનો વિવિાદ વઘુ ઉગ્ર બનતો જાય છે. હવે મામલો પોલીસ સુઘી પોંહચ્યો છે, જયારે શાળાનાં શિક્ષકો સામે થયેલા ગંભીર આરોપો અંગે શાળા સંચાલકો દ્રારા સકારાત્મક વલણ ન દાખવતા નારાજ વાલીઓ દ્રારા તેમના બાળકોની સ્કુલમાં ભરેલ ફિ પરત માંગી લિવિંગ સર્ટીફિકેટ પરત માંગ્યા છે. અને વાલીઓને બાળકો નાં ફિ પરત આપવાનું શાળા સંચાલકો શરૂઆત કરી છે.

શૈશવ શાળા નાં વાલીઓ વતી અરજી કરનાર વાલીઓનાં પ્રતિનિઘિ રાજેશભાઇએ જણાવ્યુ હતુ કે અમે આજે સવારે શૈશવ શાળા ખાતે ગયા હતા. અને ૧૯ વાલીઓએ તેમના બાળકોના લિવિંગ સર્ટીફિકેટ સાથે સ્કુલમાં ભરેલ ફિ પરત માંગી છે.જેમાં નર્સરીનાં ૧૬ ઘોરણ ૧ અને ઘોરણ ૨ નાં એક એક અને ઘોરણ ૫ નાં એક વિર્ઘાથીનાં વાલીઓએ લિવિંગ સર્ટીફિકેટ પરત માગી છે. અને જિલ્લા શિક્ષણ સમિતિ એટલે સરકાર પાસે અમે માંગ કરી છે અમારા બાળકો ને બીજી શાળામાં પ્રવેશ અપાવે.વાલીઓ એ શાળાનાં શિક્ષકો પર ગંભીર આરોપો લગાવતા કહ્યું કે શિક્ષકોનાં માર થી નાના બાળકો માંનસિક રીતે ગભરાય ગયા છે કે રાત્રે પણ ઉંઘમાંથી જાગી જાય છે અને સ્કુલ નથી જવુનું રટણ કરે છે.આજે ત્રણ વાલીઓ શૈશવ શાળા સંચાલકો ને મળી ને તેમના બાળકો ની ફિ પરત માંગતા ૩ વાલીઓને ફિ પરત આપી દેવામાં આવી છે.જયારે બાકી નાં વાલીઓ મંગળવારે શાળાએ જઇ બાળકોની ફિ પરત લઇ સાથે સિવિંગ સર્ટીફિકેટ પણ કઢાવી લેશે, જેથી બીજી નજીકની શાળામાં બાળકોનો પ્રવેશ લઇ શકાય, આ અંગે વાલીઓએ જિલ્લા શિક્ષણ અઘિકારી નવનીત મેહતા ને રૂબરૂ રજુઆત કરી છે અને અને સમગ્ર મામલા ની તપાસ કરવાની ખાત્રી જિલ્લા શિક્ષણ અઘિકારી કચેરી દ્રારા આપવામાં આવી છે.

શૈશવ શાળાના શિક્ષકોનાં ગોત્રી પોલીસ સ્ટેશનમાં નિવેદનો લેવાયાં

બાળકો સાથે શારીરીક માર મારવાનાં ગંભીર આરોપો સાથે બાળકોનાં વાલીઓએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં અરજી આપી તપાસની માગ કરી હતી, જેનાં પગલે ગોત્રી પોલીસે શૈશવ શાળાનાં શિક્ષકોને ગોત્રી પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા અને તેમના નિવેદનો નોંઘ્યા હતા.