બનાસકાંઠા જિલ્લામા મનરેગામાં 50 કરોડના કૌભાંડનો હાર્દિક-મેવાણીનો આક્ષેપ
01, ઓગ્સ્ટ 2020 198   |  

બનાસકાંઠા-

જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલે સરકાર પર મોટો આક્ષેપ કર્યો છે. મનરેગામાં કામ ના કર્યું હોય એવા લોકોના બેંકમાં ખાતા ખુલી ગયા, એટીએમ કાર્ડ ખુલી ગયા અને જાેબકાર્ડ બની ગયા. ટીડીઓની સહીથી ભૂતિયા જાેબકાર્ડ ધારકોના પેમેન્ટ થયા બનાસકાંઠા જિલ્લાનું ૫૦ કરોડનું કૌભાંડ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મામલામા કાૅંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, કોરોનાના કાળમાં ઘણા લોકો બેકાર બન્યા છે. જેમાંથી ગુજરાત પણ બાકાત નથી. લગભગ ૩૫૦ ગામમાં મનરેગાનું ખૂબ મોટું કૌભાંડ ચાલે છે. ગુજરાતના બાલુન્દ્રા ગામે ખૂબ મોટું કૌભાંડ થયું છે. ૮થી ૧૦ કરોડનું કૌભાંડ આ ગામમાં આચરવામાં આવ્યું છે.

કોરોનાના કાળમાં પણ સરકારનું વર્તન અતિ દર્દનીય છે . જાેબ કાર્ડ પણ વેબસાઈટ પરથી ડીલીટ કરી દેવામાં આવ્યા છે. આ એક રાજ્યવ્યાપી કૌભાંડ છે. કૌભાંડ કરનાર તમામ લોકો ની ધરપકડ થવી જાેઈએ..આખા બનાસકાંઠા જિલ્લા માં કૌભાંડ ચાલે છે.હોવાનો આક્ષેપ કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કર્યો હતો.

અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં સરકારની જવાબદારી છે. ગરીબ પરિવારને મદદ મળે પરંતુ ગુજરાતમાં મનરેગાનું ખૂબ જ મોટું કૌભાંડ થયું છે. ગરીબ લોકોના ખોટા એકાઉન્ટ બનાવમાં આવે છે. રાજ્યના દરેક ગામડામાં આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. ૫થી ૧૦ કરોડ નું કૌભાંડ થયું છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution