/
જો તમે પટની ચરબીથી છો પરેશાન, તો આ ઘરેલું ઉપાય અજમાવો

મેદસ્વીપણાની સમસ્યાથી 10માંથી 8 લોકો પરેશાન છે, ઘણી વખત તમે મેદસ્વી હોતા નથી, પરંતુ પેટ પર રહેલી ચરબી તમને કદરૂપું દેખાવ આપે છે. પેટ પર જામેલી ચરબીથી ઘણા રોગોને આમંત્રણ આપે છે. તે સ્થૂળતાને પણ વધારે છે. મોટાભાગના કેસોમાં એક ખાસ ઉંમર બાદ સ્ત્રી અને પુરૂષ બંનેને આ સમસ્યા થઈ શકે છે. તમને જણાવીએ કે, તમારે એવું તો શું કરવું જોઇએ કે આ સમસ્યા ન થયા અથવા તો થઈ ગયા બાદ તેને કેમ ઘટાડી શકાય. માત્ર આ ધ્યાનમાં રાખો કે, આ મુદ્દાઓનું નિયમિતપણે પાલન થવું જોઇએ ના કે ક્યારે ક્યારે કર્યા અને બાદમાં છોડી દીધા. પેટના દુખાવામાં જ નહીં પણ પેટમાં સંગ્રહિત ચરબી ઘટાડવામાં પણ અજમો રામબાણ છે. તેના સેવનથી પેટની ચરબી ઓછી થાય છે.

સવારે ઉઠવું અને પાણી પીવું સારું છે, પરંતુ તે ગરમ હોવું જોઈએ. ગરમ એટલે કે નવશેકું, એટલું ગરમ નહીં કે તમને સમસ્યાઓ થવા લાગે. ગરમ પાણીમાં લીંબુ અને મધ પીવાથી લાભ થાય છે. આ તમને ડિટોક્સિએટ કરશે અને દિવસભર તમને તાજગી ભર્યા રાખે છે. એક દિવસમાં ઓછામાં ઓછા 10થી 15 ગ્લાસ પાણી પીવું જોઈએ. જલદી-જલદી ખાવાની ટેવ બદલો. ખાવાની બધી જ વસ્તું ચાવીને ખાવું જોઇએ. ચાવીને ખાવાથી ખોરાકને ઝડપથી અને યોગ્ય રીતે પચે છે. ખોરાક પચી જવાથી પેટની આસપાસ વધુ ચરબી ભેગી કરતું નથી. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution