મુંબઇના ભાયખલા સ્થિત વીરમાતા જીજાબાઇ ભોસલે ઉદ્યાન(રાનીબાગ)માં બીએમસીએ ભારતની પહેલી ફ્રી બર્ડ એવિઅરી સ્થાપિત કરી છે. તે દેશમાં સૌથી મોટુ અને ઉંચુ બર્ડ એવિઅરી છે. હાલમાં દેશ-વિદેશના 100થી વધુ પક્ષીઓ અને જાનવર રાનીબાગમાં લાવવામાં આવ્યા છે. તેમા રીંછ, ચિત્તો ઉપરાંત દેશિ-વિદેશી પક્ષીઓ, કાચબો, અજગર અને નાગ સામેલ છે. આ પાંચ માળના બર્ડ કોરિડોરમાં 6 હોલ છે. તેને બનાવવામાં બે વર્ષનો સમય લાગ્યો છે. આ એવિઅરીના પાંચ હોલમાં નવા આવેલા કાચબા, રીંછ, તરસ અને ઝરખને રાખવામાં આવ્યા છે.
અહીંના લોકો આ જાનવરોને નજીકથી જોઇ શકે તે માટે અહીં વિશેષ કાચ લગાવાયા છે. લોકો જાનવરો સાથે સેલ્ફી પણ લઇ શકે છે. 44 ફુટ ઉંચા 18234 સ્કવેયર ફુટ ક્ષેત્રફળમાં ફેલાયેલા આ કોરિડોરમાં દેશ-વિદેશથી આવેલા જાનવરો અને પક્ષીઓને રાખવામાં આવશે. રાનીબાગનુ હાલમાં જ સૌંદર્યીકરણ અને આધુનિકીકરણ કરાયું છે. સાથે નવા જાનવરો અને પક્ષીઓના આવવાના કારણે આકર્ષણ વધ્યુ છે. રાનીબાગમાં પ્રકૃતિ, મુંબઇની કળા-સંસ્કૃતિ અને પરંપરાનુ પ્રદર્શન સ્થાયી રીતે શરુ કરાય તેવી યોજના છે. તેનું પ્રદર્શન ઇંટરપ્રિટેશન સેન્ટર ઇમારતના પહેલા માળે કરાશે.
આ પહેલા આ પ્રદર્શન રાજસ્થાનના જયપુરમાં કરાયુ હતુ. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ 26 જાન્યુઆરીના રોજ પક્ષીઓ અને પ્રાણીઓ માટે રાનીબાગમાં બનાવાયેલા ફ્રી બર્ડ એવિઅરીનું લોકાર્પણ કર્યુ હતુ.
રાનીબાગમાં દેશ-વિદેશથી આવેલા નવા મહેમાનોને જોવા માટે પર્યટકોની ભીડ ઉમટી રહી છે. જે દિવસે લોકાર્પણ થયુ તેજ દિવસે 14 હજાર લોકો તે જોવા પહોંચ્યા હતા. પર્યટકોની ટિકિટથી બીએમસીને એક દિવસમાં 5 લાખની આવક થઇ હતી. નવા પ્રાણીઓના આવવાથી રાનીબાગમાં પર્યટકોની સંખ્યા વધી ગઇ છે. રાનીબાગમાં માર્ચ 2017માં વિદેશથી લવાયેલા હમ્બોલ્ટ પેંગ્વિનના કારણે પર્યટકોની સંખ્યા સાથે આવકમાં પણ વધારો થયો હતો.
Loading ...