/
સતત ખાંસી આવે છે તો ડોક્ટર પાસે જવાની જરૂર નહીં પડે,અજમાવો આ ઉપાય

લોકસત્તા ડેસ્ક 

ખાંસીને સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે પરંતુ એવું નથી. ખાંસી અસ્થાયી હોય છે અને ગળામાં શ્વાસ લેવાનો રસ્તો તેનાથી સાફ થઇ જાય છે. બહારના કણ ખત્મ થઇ જવા પર ખાંસી પણ બંધ થઇ જાય છે. ઘણીવાર ખાંસી સ્થાયી સ્વરૂપે રહી જાય છે, આ પરિસ્થિતિમાં સારવાર લેવાની જરૂર પડે છે. તેની પાછળ ધૂળ, માટી, પ્રદૂષણ વગેરે જેવા કેટલાય કારણ હોઇ શકે છે. જાણો, સુકી ખાંસીની સાથે ગળામાં બળતરાથી છૂટકારો મેળવવા માટે ઘરેલૂ ટિપ્સ વિશે જાણો, જેનો ઉપયોગ તમે ખાંસી દરમિયાન કરી શકો છો.

મધનું એન્ટી-ઑક્સીડેન્ટ ગુણ રોગ સામે લડવામાં મદદરૂપ 

ખાંસીમાં મધને ઘરેલૂ ઉપાય તરીકે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનું એન્ટી-ઑક્સીડેન્ટ ગુણ રોગ સામે લડવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત ગળામાં ખરાશ ખતમ કરવામાં પણ મધ મહત્ત્વનું છે. સ્ટડીથી જાણવા મળ્યું છે કે શરદી અને ખાંસીની સારવારમાં મધનો ઉપયોગ કરવું દવાઓથી પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. હર્બલ ટી અથવા લીંબૂ પાણીમાં બે ચમચી મધ મિક્સ કરીને દિવસમાં બે વાર પીવું જોઇએ. 

મીઠાનાં પાણીનાં કોગળાથી ગળામાં થાય છે રાહત 

મીઠાના પાણીથી કોગળા કરવાથી ગળામાં રાહત થાય છે. ગળાની ખીચખીચને દૂર કરવા ઉપરાંત મીઠું નાંખેલા પાણીથી કોગળા કરવાથી ફેફસાંમાં કફ પણ ઓછો થઇ શકે છે. એક કપ ગરમ પાણીમાં એક ચતુર્થાંશ મીઠું મિક્સ કર્યા બાદ તેનાથી દિવસમાં કેટલીયવાર કોગળા કરવા જોઇએ. ગળામાં થતાં ટોન્સિલમાં પણ તેનાથી ફાયદો થાય છે. 

શિયાળામાં મરી અને આદુની ચા પીવાથી ખાંસીમાં રાહત મળે 

આદુથી ખાંસીની સમસ્યા ખતમ થઇ શકે છે. શિયાળામાં મરી અને આદુની ચા પીવાથી ખાંસીમાં રાહત મળે છે. મધની સાથે પણ આદુની ચા પી શકાય છે. વધારે પ્રમાણમાં આદુની ચા પીવાથી પેટ ખરાબ થઇ શકે છે એટલા માટે તેને મર્યાદિત પ્રમાણમાં જ પીવી જોઇએ. 

પિપરમિન્ટનું મેન્થોલ કમ્પાઉન્ડ ખાંસીને પરેશાન કરી શકે 

પિપરમિન્ટનું મેન્થોલ કમ્પાઉન્ડ ખાંસીને પરેશાન કરી શકે છે. ગળાની બળતરા અને દુખાવાથી રાહત મેળવવામાં પણ પિપરમિન્ટ મદદરૂપ થાય છે. દિવસમાં બેથી ત્રણવાર પિપરમિન્ટની ચા પીવાથી ગળમાં ખાંસીની સમસ્યામાં આરામ મળે છે. અરોમાથેરાપીના સ્વરૂપમાં તમે પિપરમિન્ટ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. શિયાળામાં પિપરમિન્ટનો ઉપયોગ લાભદાયી છે. 

નીલગિરીનાં તેલથી શ્વાસ લેવાની શ્વસનનળીની સફાઇ થાય 

નીલગિરીનાં તેલથી શ્વાસ લેવાની શ્વસનનળીની સફાઇ થાય છે. નારિયેળ તેલ અથવા ઑલિવ ઓઈલમાં નીલગિરીના ટીપાં નાંખીને છાતી પર માલિશ કરો. આ ઉપરાંત ગરમ પાણીની વાટકીમાં નીલગિરીના તેલના ટીપાં મિક્સ કરીને બાષ્પ પણ લઇ શકો છો. નીલગિરીથી છાતી હળવી થઇને શ્વાસ લેવામાં સરળતા રહે છે. આ નુસ્ખાઓનો ઉપયોગ કરતાં પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution