30, જુન 2025
3069 |
સુરત, શહેરનાં મોટા વરાછામાં ચાલતાં ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઇન સટ્ટા બેટિંગનાં રૂા. ૯૪૮ કરોડનાં રેકેટનો પર્દાફાશ એસઓજી દ્વારા કરાયો છે. સનરાઇઝ ડેવલપરનાં માલિક ગેવરીયા બંધુઓ સ્ટોક એક્સચેન્જને બાયપાસ કરી કેસ્ટીલો-૯ તથા સ્ટોક ગ્રો વેબસાઇટ થકી ગેરકાયદે સ્ટોક ટ્રેડિંગ તથા બેટફેર.કોમ, નેકસોન એક્સચેન્જ.કોમ, પવનેક્સ, ઇગ્લીશ ૯૯૯ સોફ્ટવેરથી જુદી જુદી રમતો પર સટ્ટો રમાડતા હતાં.
સ્પેશિયલ ઓપરેશન ગૃપનાં ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે, ચોક્કસ બાતમીનાં આધારે મોટા વરાછામાં લજામણી ચોક પાસે આવેલા મેરિડિયન બિઝનેસ સેન્ટરમાં સનરાઇઝ ડેવલપર નામની ઓફિસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીંથી માલિક નંદલાલ ઉર્ફે નંદો વિઠલભાઈ ગેવરીયા અને તેના પિતરાઈ ભાઈ વિશાલ ઉર્ફે વિક્કી મનસુખભાઈ ગેવરીયાની અટકાયત કરાઇ હતી. તેઓ પાસેથી ૧૯ મોબાઇલ અને ૦૪ લેપટોપ કબજે લેવાયા હતાં. જેની તપાસમાં ગેવરીયા બંધુઓ સ્ટોક એક્સચેન્જને બાયપાસ કરી સેબીની પરવાનગી વિના કેસ્ટીલો-૯ તથા સ્ટોક ગ્રો વેબસાઇટ થકી ગેરકાયદે ટ્રેડિંગ કરાવતાં હતાં. ઉપરાંત બેટફેર, નેકસોન એક્સચેન્જ, પવનેક્સ, ઇગ્લીશ ૯૯૯ જેવા સોફ્ટવેરથી રમતો પર સટ્ટો રમાડતા હોવાનું બહાર આવ્યું હતું. ગેવરીયા બંધુઓએ વેબ સોફટરવેર થકી રૂા. ૯૪૩,૩૭,૩૫,૮૦૭ના તેમજ અલગ અલગ બેંક એકાઉન્ટો થકી રૂા. ૪,૬૨,૭૩,૩૯૮ના મળી કુલ ૯,૪૮,૦૦,૦૯,૨૦૬ના નાણાંકીય વ્યવહારો કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. એસઓજી દ્વારા ગેરવરીયા બંધુ તથા સોફ્ટવેર ડેવલપર, એકાઉન્ટ ઓપરેટર, ૬ ટેલીકોલર મળી કુલ આઠની ધરપકડ કરાઇ છે.
સેબી એક્ટ હેઠળ ગુનો નોંધી રીમાન્ડ માગવામાં એસઓજી ગોથું ખાઇ ગઇ
ગેવરીયા બંધુઓ દ્વારા ચલાવાતા ડબ્બા ટ્રેડિંગના રેકેટમાં એસઓજી દ્વારા ઉત્રાણ પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા એકટ-૨૦૨૩ની કલમ. ૩૩૮, ૩૧૮(૪), ૩(૫), ૬૧(૨) મુજબ. તથા સિકયુરીટી કોન્ટ્રા કટ રેગ્યુનલેશન એકટ ૧૯૫૬ની કલમ ૨૩(૧)ઈ, હ્લ, ય્, ૐ, ૈં તથા ૨૩ છ, હ્લ તથા સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડીયા એકટ ૧૯૯૨ની કલમ ૧૫(એચ)એ મુજબ ગુનો નોંધાવાયો હતો. પોલીસે ઝડપાયેલા આઠેય જણાને સુરતના બીજા એડિશનલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં રજુ કરી ૧૦ દિવસના રિમાન્ડ માંગ્યા હતાં. પોલીસે રીમાન્ડ માટે ઉત્સાહ ભેર ૧૫ એક મુદ્દાઓ સાથે રજૂઆત કરી હતી. જાે કે, આરોપીઓ તરફે એડવોકેટ ઝફર બેલાવાલાએ એઓજીએ ખોટી રીતે ગુનો દાખલ કર્યાની દલીલ કરતાં મામલો ગરમાયો હતો. બેલાવાલાએ એવી રજૂઆત કરી હતી કે, પોલીસે સેબી એક્ટ અન્વયે ગુનો નોંધવો હોય તો પહેલા એ કેન્દ્રિય એજન્સીની પરવાનગી લેવાની રહે છે. ઉપરાંત સેબી એક્ટ હેઠળ ધરપકડ કરાયેલા આરોપીઓને જ્યુડીશ્યલ કોર્ટ નહીં પરંતુ સેબીની સ્પેશ્યલ કોર્ટમાં રજુ કરવાના રહે છે. આ દલીલને પગલે પોલીસ માથું ખંજવાળતી રહી તો કોર્ટ પણ વિમાસણમાં મૂકાઇ હતી. ત્યારબાદ કોર્ટે હકીકતથી માહિતગાર થઇ અને આરોપીઓને સેબી કોર્ટમાં રજુ કરવા સૂચન કર્યું હતું. જાે કે પોલીસે ધરપકડ કર્યાને ૨૪ કલાક થઇ ગયા હતા, વળી સેબીની સ્પેશિયલ કોર્ટ અમદાવાદના મિરઝાપુરમાં હોય આરોપીઓને તાત્કાલિક ત્યાં રજુ કરી શકાય એમ ન હોવાથી એસઓજીએ ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે એક દિવસનો ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ આપતાં હવે એસઓજી આવતી કાલે આરોપીઓને અમદાવાદ લઇ જઇ સેબી કોર્ટમાં રજુ કરી તપાસ માટે રિમાન્ડ માંગવામાં આવશે એવું જાણવા મળ્યું છે.
સોફ્ટવેર બનાવી મેઇન્ટેઇન કરનારાને માસિક ૮૦ હજાર પગાર અને કમિશન
ગેવરીયા બંધુઓ દ્વારા શેરસટ્ટાનું જે રેકેટ ચલાવાતું એ સોફ્ટવેર અને વેબસાઇટ આધારિત હતું. ભાવેશ કિહલા અને બકુલ મગન તરસરીયા એ આ સોફ્ટવેર અને વેબસાઇટ બનાવી હતી. એટલું જ નહીં તેઓ સમય અનુસાર તેમાં સુધારા વધારા તથા મેન્ટેનન્સનું કામ પણ જાેતા હતાં. આ માટે તેઓને મહિને ૮૦,૦૦૦ રૂપિયા જેટલો પગાર ઉપરાંત કમિશન પણ આપવામાં આવતું હતું. શેર સટ્ટાનો તમામ ડેટા ક્લાઉડ સ્ટોરેજમાં રાખવા તથા ગ્રાહકો અને નાણાંકીય વ્યવહારોનાં ડિજિટલ રેકર્ડ મેઇન્ટેનન્સનું કામ પણ આ બંને જણા કરતા હતાં. ગેવરીયા બંધુઓએ ઉભા કરેલા સામ્રાજ્યમાં આ બંને કી પર્સન હોવાથી તેમની તપાસ તેમના કેન્દ્રિત બની છે. તેઓ પાસેથી ઘણી માહિતી મળવાની શક્યતા પણ એસઓજીએ વ્યક્ત કરી છે.