વડોદરા-

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે શહેર પોલીસની શી ટીમ દ્વારા ફિટ ઇન્ડિયાના ભાગ રૂપે રાઈડ વિથ શી ટીમ સાઈકલિંગ રેલી કાઢવામાં આવી હતી. તેમાં મહિલા પોલીસ સહિત વડોદરાના લોકો જોડાયા હતા. શહેર પોલીસ કમિશ્નર ડૉ.શમશેર સિંગ દ્વારા ફ્લેગ ઓફ કરી રેલીને પ્રસ્થાન અપાવ્યું હતું. આ રેલીને ન્યાયમંદિર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિન...આજની મહિલા પુરુષના ખભે ખભા મિલાવીને ચાલી રહી છે. કોઈ એવું કામ નથી કે જે પુરુષ કરી શકે અને મહિલાઓ ન કરી શકે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વડોદરાના શહેરના પોલીસ કમિશ્નર દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિટ ઇન્ડિયાના ભાગરૂપે રાઈડ વિથ શી ટીમ દ્વારા સાઈકલિંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસની મહિલાઓ બાઇક અને સાયકલ સાથે રેલીમાં નીકળી હતી. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે વડોદરાના પોલીસ કમિશ્નર દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિટ ઇન્ડિયાના ભાગરૂપે રાઈટ વિથ શી ટીમ દ્વારા સાઈકલિંગ રેલી કમાટી બાગ ખાતે વડોદરાના પોલીસ કમિશ્નર ડૉ.શમશેર સિગે ફ્લૅગ ઓફ કરાવ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલા પોલીસ બાઈક સાથે રેલીમાં નીકળી હતી અને બરોડિયન્સ પર સાયકલિંગ રેલીમાં જોડાયા હતા.