યુદ્ધનો શંખનાદઈરાન આત્મસમર્પણ નહીં કરે, અમેરિકા ઝંપલાવશે તો ભીષણ યુદ્ધ થશે : ખોમેની ખોમેની ક્યાં છે, ખબર છે, હુમલો નહીં કરીએ, પણ અમારી ધીરજ ખૂટી છે : ટ્રમ્પ
18, જુન 2025 3366   |  


તહેરાન, વોશિંગ્ટન, ઈઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનના ૮૬ વર્ષીય સુપ્રીમ લીડર અયાતુલ્લા અલીમ ખામેનેઈ સતત એકલા પડતા નજરે પડી રહ્યા છે. યુદ્ધ શરૂ થયાના માત્ર ૬ દિવસની અંદર ખામેનેઈએ પોતાના મુખ્ય સૈન્ય અને સુરક્ષા સલાહકારોને ઈઝરાયલી હવાઈ હુમલામાં ગુમાવી દીધા છે, તેના મોટા ન્યૂક્લિયર સાયન્ટિસ્ટ માર્યા ગયા છે. તેનાથી ખામેનેઈના ઇનર સર્કલમાં મોટું ગાબડું પડી ગયું છે અને ઈરાન તરફથી રણનીતિક ખામીઓનો ખતરો વધી ગયો છે. આ વચ્ચે ટ્રમ્પ આ યુદ્ધની શરૂઆતથી જ ઈરાનને આત્મસમર્પણ કરવા ધમકી અને સલાહ આપી રહ્યા છે. ત્યારે હવે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ કહ્યું કે, ઈઝરાયલે મોટી ભૂલ કરી દીધી છે અને તેની સજા મળશે. અમે શહીદોની કુરબાનીને નહીં ભૂલીએ. ઈરાનના લોકો આ હુમલો નહીં ભૂલે. અમારી સેના રક્ષા માટે તૈયાર છે. અમેરિકા સમજી લે, અમે આત્મસમર્પણ નહીં કરીએ.

ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકાના કૂદવાની અટકળો વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈએ કહ્યું કે, તેમનો દેશ કોઈપણ સંજાેગોમાં આત્મસમર્પણ નહીં કરે. રાષ્ટ્રીય ટેલીવિઝન પર ખામેનેઈએ દેશના નામે રાષ્ટ્રીય સંબોધનમાં કહ્યું કે, ઈરાન કોઈપણ સંજાેગોમાં આત્મસમર્પણ નહીં કરે. ઈરાનની જનતા પોતાના શહીદોના ખૂનને ક્યારેય નહીં ભૂલે. દેશની હવાઈ સરહદનું ઉલ્લંઘન કરનારાઓને ક્યારે માફ નહીં કરવામાં આવે. જાે અમેરિકા ઇસ્લામી ગણરાજ્યના દુશ્મનોનો સાથ આપ્યો તો તેને ગંભીર પરિણામ ચૂકવવા પડશે. અમેરિકનોને જાણ હોવી જાેઈએ કે, સંયુક્ત રાજ્ય અમેરિકા દ્વારા કોઈપણ સૈન્ય હસ્તક્ષેપથી તેને અપૂરણીય ક્ષતિ ઉઠાવવી પડશે.

તેમણે ઈઝરાયલને કહ્યું કે, જાે અમેરિકા યુદ્ધના મેદાનમાં ઝંપલાવશે તો પછી ઓલઆઉટ વોર થશે. ઈરાને કહ્યું કે, તેઓ ઈઝરાયલને આકરો જવાબ આપશે અને જાે અમેરિકન સેનાઓ સંઘર્ષમાં સામેલ થશે તો તેઓ તેમના વિરુદ્ધ પણ એવું જ કરશે. જિનેવામાં ઈરાનના રાજદૂત અલી બહરીનીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, જાે ઈઝરાયલી એટેક થતાં રહેશે તો તેહરાન તરફથી આકરો જવાબ આપવામાં આવશે. હાલમાં જ ટ્રમ્પે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ અક્ષરોમાં પોસ્ટ કરી ઈરાનને શરતો વિના આત્મસમર્પણ કરવા કહી રહ્યા છે. ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ માટે આકરા શબ્દોમાં કહ્યું છે કે, અમને જાણ છે કે, સુપ્રીમ લીડર ક્યાં છુપાયા છે. તેઓ એક સરળ ટાર્ગેટ છે, પરંતુ હાલ તેઓ સુરક્ષિત છે. અમે હાલ તેમના પર હુમલો કરવા જઈ રહ્યા નથી. અમે નથી ઈચ્છતા કે, મિસાઈલ વડે નાગરિકો પર હુમલો થાય અને અમેરિકાના સૈનિકોને ટાર્ગેટ બનાવાય. પરંતુ હવે અમારી ધીરજ ખૂટી રહી છે.

હવે દયા નહીં : ટ્રમ્પની ધમકી બાદ ઈરાનના સુપ્રીમો ખોમેનીનું ઍલાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ યુદ્ધમાં ઝંપલાવવા માટે તલપાપડ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે અમે ઈરાનને સીધું આત્મસમર્પણ કરવાની ચેતવણી આપી દીધી છે. ઈરાનના સંપૂર્ણ એરસ્પેસ પર હવે અમારો કબજાે છે. ત્યારે આ ટ્રમ્પની ધમકી છતાં ઈરાને ફરી એકવાર ઈઝરાયલ પર ભયાનક મિસાઈલ હુમલા કર્યા હતા. ઈરાને આ વખતે હાઈપરસોનિક મિસાઈલ વડે ઈઝરાયલમાં તબાહી મચાવી હતી. દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ અલી ખામેનેઈએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર ઈઝરાયલને ધમકાવતા યુદ્ધનું એલાન કરી દીધું છે. તેમણે કહ્યું કે યહૂદીઓની સરકારને અમે બતાવી દઈશું. તેમના પર કોઈ દયા નહીં બતાવવામાં આવે.

સાઈટ નષ્ટ કરી

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી ભીષણ યુદ્ધમાં ઈઝરાયલના ૫૦ ફાઈટર જેટ ઈરાનમાં ઘૂસ્યા છે. તહેરાન સ્થિત ઈરાનના સેન્ટ્રીફ્યુઝ પ્રોડક્શન અને અનેક હથિયારો બનાવતા સ્થળોને ટાર્ગેટ કરતાં હુમલા કર્યા છે. આ હુમલામાં સેન્ટ્રીફ્યુઝ અને મિસાઈલ બનાવતી સાઈટ નષ્ટ થઈ છે. ઈરાનને ભારે નુકસાન થયુ છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સએ જણાવ્યું કે, અમારા ૫૦થી વધુ ફાઈટર પ્લેને આ હુમલાને અંજામ આપ્યો છે. આ હુમલામાં યુરેનિયમને સમૃદ્ધ બનાવવા વપરાતા સેન્ટ્રીફ્યુઝનું ઉત્પાદન કરતા પ્લાન્ટ તથા સરફેસ-ટુ-સરફેસ હુમલો કરતી મિસાઈલ બનાવતી સાઈટને નષ્ટ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે,પરમાણુ હથિયારોની બનાવટમાં યુરેનિયમ એનરિચમેન્ટને વેગ આપવા સેન્ટ્રીફ્યુઝ વપરાય છે.

અમેરિકાએ ૩૦ ફાઈટર જેટ તૈયાર કર્યાં

ઈરાન સામે યુદ્ધમાં ઝંપલાવવા અમેરિકાએ યુરોપમાં આશરે ૩૦ ફાઈટર જેટ મોકલ્યા છે. જેનો ઉપયોગ અમેરિકાના સૈન્ય મથકોની રક્ષા કરનારા ફાઈટર જેટની સહાયતા માટે કરવામાં આવશે. જે ઈરાનની પરમાણુ સુવિધાઓ પર કોઈપણ સંભવિત હુમલામાં સામેલ ફાઈટર જેટની મદદ કરશે.

ઈરાનના ૫૮૫ લોકોનાં મોત, ૧૩૨૬ ઈજાગ્રસ્ત

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છ દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ઈરાને તેલ અવીવમાં હાઈપરસોનિક મિસાઈલ વડે હુમલો કર્યો છે. જેમાં ઈરાને હાઈપરસોનિક મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. જેમાં ઈઝરાયલના ૨૪ લોકો માર્યા ગયા છે. બીજી બાજુ ઈઝરાયલ પણ તહેરાન સહિતના વિસ્તારોમાં મોટાપાયે હુમલા કરી રહ્યું છે. ઈઝરાયલના હુમલામાં ઈરાનના ૫૮૫ લોકો માર્યા ગયા છે. અને ૧૩૨૬ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈરાનના અનેક ટોપ કમાન્ડર માર્યા ગયા છે.

યુદ્ધના માહોલ વચ્ચે ચીનના કાર્ગો વિમાન ઈરાનમાં ઊતર્યાં

શુક્રવારે ઇઝરાયલે ઇરાન પર હુમલો કર્યો કે તરત જ, એક કાર્ગો વિમાને ચીનથી ઉડાન ભરી. બીજા દિવસે, બીજા કાર્ગો વિમાને દરિયાકાંઠાના શહેરથી ઉડાન ભરી અને સોમવારે ત્રીજું કાર્ગો વિમાન ચીનથી રવાના થયું. એટલે કે, ત્રણ દિવસમાં ત્રણ કાર્ગો વિમાનો ઉડાન ભરીને રહસ્યમય રીતે ઇરાનમાં ઉતર્યા છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ કાર્ગો વિમાનો દ્વારા શસ્ત્રો મોકલીને ચીને તેના મિત્ર ઈરાનને લશ્કરી રીતે મદદ કરી છે. મીડિયા અહેવાલ મુજબ, તે કાર્ગો વિમાનોના ડેટા દર્શાવે છે કે ત્રણેય વિમાનો ઉત્તર ચીનથી પશ્ચિમ તરફ કઝાકિસ્તાન, પછી ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાન થઈને દક્ષિણ તરફ ઉડાન ભરી હતી અને ઈરાન નજીક આવતા હોય તેવું લાગ્યું, પરંતુ ઈરાન નજીક આવતાની સાથે જ આ કાર્ગો વિમાન રહસ્યમય રીતે રડાર પરથી ગાયબ થઈ ગયા.

ઈઝરાયલ સંકટમાં, ૧૦ દિવસ જ ૈંિર્હ ર્ડ્ઢદ્બ બચાવી શકશે

ઈરાન સાથે શરૂ ભીષણ મિસાઇલ યુદ્ધમાં ઈઝરાયલ ભલે ઈરાનના સૈન્ય માળખાને ગંભીર નુકસાન પહોંચાડવાનો દાવો કરી રહ્યું હોય, પરંતુ તેની મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ પર ઈરાન સતત પોતાનું દબાણ બનાવી રહ્યું છે. એક અમેરિકન રિપોર્ટ અનુસાર, ઈઝરાયલનો લૉન્ગ-રેન્જ મિસાઇલ ઇન્ટરસેપ્ટર્સનો પૂરવઠો સતત ખતમ થઈ રહ્યો છે, જેના કારણે તેમની સંરક્ષણ ક્ષમતાઓની સ્થિરતા પર સવાલ ઊભા થઈ રહ્યા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution