15, સપ્ટેમ્બર 2020
જામનગર-
જામનગરમાં ધારાસભ્ય રાઘવજી પટેલ કોરોનાથી સંક્રમિત થયા છે. હાલ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા કોરોના સંક્રમિત મળ્યા હતા.
ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ કોરોના સંક્રમિત થતા તેમને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો આ સાથે ગ્રામ્ય ધારાસભ્ય રાઘવજી પટેલે લોકોને અપીલ કરી છે કે તેમના સંપર્કમાં જે લોકો આવ્યા છે તેઓએ પણ પોતાનો રિપોર્ટ કરાવી લેવો જોઇએ.
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે જામનગરમાં ધારાસભ્ય રાઘવજી પટેલ કોરોના પોઝિટિવ મળ્યા હતા. તેમણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસો પહેલા રાજ્યના અન્ન અને પુરવઠા પ્રધાન હકુભા જાડેજા કોરોના સંક્રમિત મળ્યા હતા.