16, મે 2022
1782 |
મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા ખેડૂતો સિંચાઈના પાણી થકી ખેતી કરી શકે તેવા શુભઆશયથી ડભોઈ તાલુકાના વઢવાણા ગામ નજીક વિશાળ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં પ્રમાણમાં ઓછો વરસાદ અને ત્યાર બાદ આગ ઓકતી ગરમી વચ્ચે સેંકડો એકરમાં બનાવાયેલું આ તળાવ સૂકાઈ જઈ વિશાળ મેદાન બની ગયું છે. તળાવમાં ઢોરો ફરતાં થઈ ગયાં છે.