અમદાવાદ-

દુષ્કર્મ કેસના આરોપી નારાયણ સાંઈ કેટલા દિવસથી સુરતની લાજપોર જેલમાં બંધ છે. આજે કોર્ટે તેમણે તેમના પિતા આસારામને મળવા માટે પરમીશન આપવામાં આવી છે. સેન્ટ્રલ જેલમાંથી વિડીયો કોન્ફરન્સના મધ્યમથી તેમણે 30 થી 40 મિનિટ સુધી મળવા માટેનો સમય આપવામાં આવ્યો છે. આસારામ રાજસ્થાનની એમ્સ હોસ્પિટલમાં દાખલ છે. અગાઉ નારાયણ સાઈએ કોર્ટમાં તેમના પીતાને મળવા માટે અરજી કરી હતી. આજે કોર્ટે આ અરજી માંન્ય રાખી છે. અને મળવા માટે પરમીશન આપવામાં આવી છે.

 આસારામ બીમાર પડતાં તેના પુત્ર નારાયણ સાંઈએ તેમના પિતાને મળવા માટે અરજી કરી હતી. હાઇકોર્ટમાં 3 અરજી કરી હતી જેમાં આજે નારાયણ સાંઈને વિડીયો કોન્ફરન્સથી મળવા દેવામાં આવે તેવી મંજૂરી આપવામાં આવી છે. કોર્ટે નારાયણ સાઈને કેટલીક શરતો સાથે મુલાકાત કરવા માટે જ મંજૂરી આપી છે. ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં પહેલી મુલાકાત કરશે. આ પહેલી મુલાકાતમાં પીતા અને પૂત્રને જ વાત કરવા દેવામાં આવશે. ત્યારપછી તેમની બીજી મુલાકાતમાં આસારામ, નારાયણ સાઈ અને ડોકટર મુલાકાત કરશે. આસારામને કોરોના થયો હતો જેની સારવાર માટે તેઓ એમ્સ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ સારવાર તેમણે આર્યુવેદિક પદ્ધતિથી ચાલી રહી છે. બીજી મુલાકાતમાં નારાયણ સાઈ ડોક્ટર સાથે વાત કરી શકશે. આસારામની તબિયત નાજુક રહે છે અને તેમની ઉમર પણ 85 વર્ષ ની છે. તેમની બહેનને પોલીસએ રાજ્ય બહાર જવાની મંજૂરી આપી નથી જેથી નારાયણ સાઈ એ પોતાના પિતાની તબિયતનું ધ્યાન રાખવા અને જોવા માટે તેમણે જામીન માગ્યા હતા. પરંતુ હાઈકોર્ટે કેટલાક અવલોકન કર્યા હતા કે નારાયણ સાઈને જામીન આપવા યોગ્ય નથી પરંતુ જો હોસ્પિટલમાં વિડીયો કોન્ફરન્સની વ્યવસ્થા હોય તો તેમની મુલાકાત કરવામાં આવશે.