18, જુન 2025
2574 |
નવી દિલ્હી, હાલમાં જ ધ ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ દ્વારા જારી ૨૦૨૫ ગ્લોબલ લિવેબલિટી ઈન્ડેક્સમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ઈન્ડેક્સમાં આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ, અને સુરક્ષાના માપદંડો સાથે રહેવા લાયક ઉત્કૃષ્ટ શહેરોની યાદીમાં ભારતનું સ્થાન ટોપ-૧૦માં પણ નથી. ભારત તો છોડો અમેરિકાના પણ એકપણ શહેરનું નામ ટોપ-૧૦માં નથી.
રિપોર્ટ અનુસાર, રહેલા લાયક ઉત્કૃષ્ટ શહેરોની ટોપ-૧૦ યાદીમાં અમેરિકા કે ભારતનું એકપણ શહેર સામેલ નથી.
જ્યારે ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝરલેન્ડના અનેક શહેરો ટોપ-૧૦ યાદીમાં સામેલ છે. જ્યાં શહેરી જીવનધોરણની ગુણવત્તામાં સુધારો નોંધાયો છે. વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકા અને ઝડપથી ઉભરી રહેલા ભારતીય અર્થતંત્રમાં એકપણ શહેર આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ અને સુરક્ષાના ધોરણે રહેવા લાયક ટોચના શહેરોમાં સ્થાન ધરાવતા નથી.
ધ ઇકોનોમિસ્ટ મુજબ, યાદીમાં ટોચ પર ડેનમાર્કની રાજધાની કોપનહેગન છે, જેણે બે વર્ષ બાદ વિયેનાને પાછળ પાડી અવ્વલ સ્થાન લીધું છે. વિયેનાએ લાંબા સમયથી આ યાદીમાં પોતાનું જાળવી રાખેલુ સ્થાન તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના કારણે ગુમાવ્યું છે. હાલમાં જ વિયેનામાં ટેલર સ્વિફ્ટના કોન્સર્ટમાં સહિત અન્ય સ્થળો પર આતંકવાદી હુમલા થયા હતાં. જાે કે, આ હુમલા નિષ્ફળ રહ્યા હતાં. જેથી વિયેનાનો સ્ટેબિલિટી સ્કોર ઘટ્યો હતો. વિયેના હવે બીજા ક્રમે છે. જ્યારે સ્વિટ્ઝરલેન્ડનું ઝુરિચ ત્રીજા સ્થાને છે. મેલબર્ન, જિનિવા, સીડની ચોથા-પાંચમા-છઠ્ઠા ક્રમે છે. આ યાદીમાં ઉચ્ચ સ્થિરતા, કાર્યક્ષમ માળખાગત સુવિધાઓ ધરાવતા નાના અને સુવ્યવસ્થિત શહેરો આગળ વધી રહ્યા છે.
ટોચના રહેવાલાયક સુરક્ષિત શહેરો
૧. કોપનહેગન, ડેનમાર્ક
૨. વિયેના, ઑસ્ટ્રિયા
૩. ઝુરિચ, સ્વિટ્ઝર્લૅન્ડ
૪. મેલબર્ન, ઑસ્ટ્રેલિયા
૫. જિનિવા, સ્વિટ્ઝર્લૅન્ડ
૬. સિડની, ઑસ્ટ્રેલિયા
૭. ઓસાકા, જાપાન
૮. ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ
૯. એડિલેડ, ઑસ્ટ્રેલિયા
૧૦. વેનકુવર, કેનેડા