અષાઢ સુદ પૂનમનો દિવસ એટલે ગુરુપૂર્ણિમા અથવા વ્યાસપૂર્ણિમાના દિવસે વિવિધ ધાર્મિક સંસ્થાઓ પૈકી માંજલપૂર ખાતે વ્રજધામ આધ્યાત્મિક સંકુલ, તાજપુરા ખાતે આર્ટ ઓફ લીવિંગ દ્વારા કીર્તિ મંદિર ખાતેના પૌરાણિક દત્ત મંદિર ખાતે તેમજ અન્ય ધાર્મિક સંસ્થાઓ ખાતે શિષ્યો તેમજ ભક્તો દ્વારા પાદુકાપૂજન, બ્રહ્મદીક્ષા તેમજ સત્સંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સિવાય વિવિધ શાળા – કોલેજાેમાં ગુરુનું મહત્વ સમજાવતા નાટકો તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.