વડોદરા ,તા. ૨

બદલાતા જતા વાતાવરણ વચ્ચે સતત ગરમીના પારામાં સતત વધારો – ધટાડો જાેવા મળી રહ્યો હોવાથી શહેરીજનો ઉકળાટના કારણે ત્રાહિમામ પોંકારી ઉઠયા હતા. ગઈ કાલે મહત્તમ તાપમાનમાં ધટાડો નોંધાયા બાદ આજે આંશિક વધારો નોંધાતા અસહ્ય ગરમીની આંશકાઓ વ્યકત કરવામાં આવ્યુ છે. મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી સેન્ટીગ્રેડથી પાર નોંધાતા રોડ રસ્તાઓ સૂમસામ હાલતમાં જાેવા મળ્યા હતા. લીંબુના ભાવમાં વધારાના કારણે લોકો ગરમીથી બચવા માટે લીબું શરબતને બદલે અન્ય પીણા તરફ વધ્યા છે. જ્વધતા જતા તાપના પ્રકોપને કારણે મહત્તમ તાપમન ૪૧.૮ ડીગ્રી સેન્ટીગ્રેડ અને લધુત્તમ તાપમાન ૨૭ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. વહેલી સવારે ભેજનું પ્રમાણ ૭૬ ટકાની સાથે સાંજે ૨૭ ટકા નોંધાયું હતું. વાતાવરણમાં હવાનું દબાણ ૧૦૦૧.૬ મીલબાર્સ નોંધાયું હતું.