વડોદરા, તા.૫

વડોદરા શહેરમાં વરસાદમાં પડેલા ઠેર ઠેર ખાડાઓ પૂરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવા માટે આજે મ્યુનિ.કમિશ્નરે હોટમીક્ષ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. અને પ્લાન્ટને પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત કરી ઝોન, વોર્ડ તેમજ મિકેનિકલ વિભાગના સંકલન સાથે ૨૦ દિવસની કામગીરીનુ આગોતરૂ આયોજન કરીને પેચવર્કની કામગીરી શરૂ કરવાની સુચના આપી હતી.

શહેરમાં વરસાદી રૂતુમાં અનેક સ્થળે ખાડાઓ પડ્યા છે.તો કેટલાક રોડનુ ધોવાણ થયુ છે. ત્યારે આજે મ્યુનિ.કમિશ્નર શાલિની અગ્રવાલે અધિકારીઓ સાથે હોટમીક્ષ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. અને પૂર્ણ ક્ષમતા સાથે કામગીરી કરવાની સુચના આપી આગામી ૨૦ દિવસની કામગીરીનુ આગોતરૂ આયોજન કરીને તે મુજબ યુદ્દના ધોરણે કામગીરી કરવા સુચના આપી હતી.હોટમિક્ષ પ્લાન્ટ માંથી ડામર ઝોન અને વોર્ડ કક્ષાએ પેચ વર્ક માટે પહોંચાડવામાં આવે છે. પરંતુ અનેક વખત વોર્ડ કે ઝોનમાં સ્ટાફ હોંય છે અને ડામરની ગાડી પહોંચતી નથી. તો કેટલીક વખત ડામરની ગાડી પહોંચે છે અને ડામર પાથરવા માટે સ્ટાફ હોંતો નથી. જેથી પ્લાન્ય માંથી ડામર કયા ઝોનમાં કેટલો નિકળ્યો છે. ક્યાં જવાનો છે. સહિતનુ માઈક્રોપ્લાનિંગ કરી પેચવર્કની કામગીરીનુ આયોજન ગોઠવવામાં આવ્યુ છે. અને હોટમિક્ષ પ્લાન્ટ પણ સવારે ૬ વાગ્યા થી સાત્રે ૨ વાગ્યા સુધી કાર્યરત રહેશે અને રોજ અંદાજીત૩૦૦મે.ટન ડામર પેચવર્ક માટે જેતે ઝોનમાં જશે આમ આગામી ૨૦ દિવસના પ્લાનિંગ સાથે પેચ વર્કની કામગીરી શરૂ કરવામાં આવશે તેમ મ્યુનિ.કમિશ્નરે જણાવ્યુ હતુ.