દિલ્હી-

પીએમ કીસાન યોજનાનો આઠમો હપ્તો આવી રહ્યો છે. આ યોજના હેઠળ ખેડૂતોના બેંક ખાતામાં પૈસા સીધા ટ્રાન્સફર થશે. આ હપ્તા હેઠળ તમારા ખાતામાં બે હજાર રૂપિયાની રકમ જમા થશે. સરકાર દ્વારા પીએમ કીશાનનો આઠમો હપ્તો મોકલ્યા બાદ તમે મીનીટોમાં જ સ્થિતિ જાણી શકશો. આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. આ માટે પીએમ ફાર્મરની સતાવાર વેબસાઈટ પરથી દરેક માહીતી ખેડૂતો જાણી શકશે. આ સાઈટ પરથી તમારુ એક નવુ ખાતુ ખુલશે તેમજ આ પેઈજ પર આધાર નંબર, એકાઉન્ટ નંબર, મોબાઈલ નંબરમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે તેમજ તમે ભરેલી દરેક માહિતી સાચી લાગે તો બધી સંબંધીત વિગતો સામે આવશે જેમાં ખેડુતનું નામ, મોબાઈલ નંબર, આધાર નંબર, રાજય, જિલ્લા, ગામનું નામ, એકાઉન્ટ નંબરના છેલ્લા ચાર અંકો સાથે માહિતી બહાર આવશે. વધુમાં પીએમ કિસાન યોજનાના આઠમાં હપ્તાની વધુ માહિતી માટે પીએમ કિસાનના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકાશે.