6 વર્ષમાં પહેલીવાર G-7 માટે કેનેડા નહીં જાય PM મોદી.. શું છે કારણ?
03, જુન 2025 20493 |
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીએ કેનેડા જવા માટેના હાલ કોઈ સંકેત આપ્યા નથી. આ ઉપરાંત કેનેડાના વડાપ્રધાન મોદીએ G-7માં સામેલ થવા માટે ભારતને નિમંત્રણ પણ મોકલ્યું નથી. આ સિવાય ભારતે પણ સંમેલનમાં સામલ થવાની ઈચ્છા વ્યક્ત કરી નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 'ભારત-કેનેડા તણાવને જોતા અત્યાર સુધી બંને દેશોમાં સુધારો નહીં આવે ત્યાં સુધી ભારત તરફથી આવી હાઈ-પ્રોફાઇલ મુલાકાત સંભવ નથી. અહીં વાત G-7ની નથી પરંતુ તેની મેજબાની કરી રહેલા દેશને જોતા ભારતે આ પગલું ભર્યું છે.'બે વર્ષ પહેલાં ખાલિસ્તાની આંતકી હરદીપ સિંહ નિજ્જર હત્યાકાંડને લઈને બંને દેશોમાં વિવાદ થયો હતો, ત્યારબાદ ભારતે કેનેડાથી પોતાના હાઈ કમિશનરને પરત બોલાવી લીધા હતા અને અત્યાર સુધી તેમની નિયુક્તિ કરવામાં આવી નથી.