સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવના જીવન પર બની રહેલી ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટરમાં અમિત સેઠી, મુલાયમ સિંહના રોલમાં જોવા મળે છે. આ પહેલાં લૉકડાઉન દરમિયાન ફિલ્મના મોશન પોસ્ટર તથા સવા મિનિટનું ટીઝર પણ સામે આવ્યું હતું. મેકર્સે હજી સુધી ફિલ્મની રિલીઝને લઈ કોઈ માહિતી આપી નથી. પોસ્ટર શૅર કરીને કેપ્શન આપવામાં આવ્યું હતું, ‘તેઓ આવ્યા. જ્યારે મૂડીવાદ તથા બ્યૂરોક્રસી રાજકારણના મુખ્ય આધારસ્તંભ હતાં ત્યારે તેણે રાજકિય દૃષ્ટિકોણ બદલ્યો હતો.’

ફિલ્મમાં અમિત સેઠી, મિમોહ ચક્રવર્તી, ગોવિંદ, નામદેવ, મુકેશ તિવારી, ઝરીના વહાબ તથા સુપ્રિયા કાર્ણિક જોવા મળશે. ડિરેક્ટર સુવેન્દુ રાજ ઘોષે ફિલ્મને ડિરેક્ટ કરી છે અને પ્રોડક્શન મીના સેઠી મંડલનું છે. ફિલ્મનું મોશન પોસ્ટર તથા ટીઝર એપ્રિલમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં મુલાયમ સિંહની સફર બતાવવામાં આવી છે કે કેવી રીતે એક ખેડૂતનો દીકરો રાજકારણમાં આવે છે. મોશન પોસ્ટરમાં ઘણાં નારા સાંભળવા મળ્યાં હતાં, જેમાં ‘જિસકા જલવા કાયમ હૈં, ઉસકા નામ મુલાયમ હૈમુલાયમ સિંહનો જન્મ ઈટાવા જિલ્લાના સૈફઈ ગામમાં થયો છે. ખેડૂત પરિવારમાં જન્મેલા મુલાયમને પાંચ ભાઈ-બહેન છે. પિતા સુધર સિંહ યાદવ તેમને પહેલવાન બનાવવા ઈચ્છતા હતાં પરંતુ પહેલવાનીમાં પોતાના રાજકીય ગુરુ નત્થુસિંહને મેનપુરીમાં કુસ્તી સ્પર્ધામાં પ્રભાવિત કર્યાં બાદ તેમણે નત્થુસિંહના વિધાનસભા વિસ્તાર જસવંત નગરથી રાજકિય સફર શરૂ કરી હતી. રાજકારણમાં આવ્યા પહેલાં મુલાયમે કેટલાંક દિવસો ઈન્ટર કોલેજમાં ટીચિંગ પણ કરાવ્યું હતું.ફિલ્મ પહેલાં મુલાયમ સિંહ પર અનેક પુસ્તકો લખવામાં આવ્યા હતાં, જેમાં અશોક કુમાર શર્માએ લખેલું ‘મુલાયમ સિંહ યાદવઃ ચિંતન ઔર વિચાર’, રામ સિંહ તથા અંશુમાન યાદવનું પુસ્તક ‘મુલાયમ સિંહઃ અ પોલિટિકલ બાયોગ્રાફી’ સામેલ છે.