રાજકોટ -

રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહને ગત સાંજે મહાનગરપાલીકા અને જીલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીની કામગીરી માટે ૩૫ નાયબ મામલતદારોના ઓર્ડરો કર્યા છે.જેમાં કોર્પોરેશન માટે ૪ અને પંચાયતની ચૂંટણી માટે ૩૧ નાયબ મામલતદારોના આદેશો થયા છે. કલેક્ટરે પોતાના હુકમમાં જણાવ્યું છે કે ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી આ તમામ નાયબ મામલતદારોએ ચૂંટણી ફરજ બજાવવાની રહેશે અને ત્યારબાદ પોતાની મૂળ જગ્યાએ હાજર થવાનું રહેશે. નાયબ મામલતદાર એસ.બી.કઠીરિયા, એચ.બી.મકવાણા, એચ.ડી. દુલેરા, આર.કે.વાછાણીને કોર્પોરેશનમાં જવાબદારી સોંપવામાં આવી છે.