શિનોર,તા.૩૦

શિનોર તાલુકાના અવાખલ ગામની સીમમાંથી ૧૪ ફૂટ લાંબો અજગર નું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો શિનોર તાલુકાના અવાખલ ગામે રહેતા પ્રવિણભાઇ ચતુરભાઈ પટેલ પોતાના ખેતર મા કુવાની ઓરડીમાં અજગર જાેતાં તેમને ફોન કરી વડોદરા વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ને ફોન કરીને જાણ કરતાં વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ના સભ્યો સવારે ૧૦ વાગ્યાના સુમારે અવાખલ ગામે આવી પહોંચ્યા હતા પ્રવીણ ભાઈ નુ ખેતર નર્મદા કેનાલના કિનારેઆવેલ જામ્બા વગામાં કુવા સાથે છે તેઓ લગભગ આજુબાજુ મજૂરો ની મદદ સાથે આવેલ પાંચ સભ્યોએ કુવા ની ઓરડી માંથી આશરે દોઢ કલાકની જહેમત બાદ ૧૪ ફૂટ લાંબો અજગર નું રેસ્ક્યુકરીને સિનોર વનવિભાગના ફોરેસ્ટર સંજય પ્રજાપતિ ને સોંપ્યો હતો વડોદરાથી આવેલ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના સભ્યો માં અવાખલ ગામના બે સભ્યો હતા અશોકભાઈ પટેલ અને મયંક ભાઈપટેલ વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના સભ્યોએ સાવચેતીપૂર્વક અજઞરને પકડીને વનવિભાગનેસોંપ્યો હતો.