બૂલડોઝર અને ભાજપાની રાશિ એક છે અને છેલ્લાં કેટલાંક દિવસથી દેશના અનેક ભાગોમાં થઈ રહેલા બૂલડોઝરના (દુર)ઉપયોગનો વિવાદ ચરમસીમાએ છે ત્યારે વડોદરા પાલિકાના ભાજપા શાસકોએ આજે ખાસવાડી સ્મશાન માર્ગ પર ગેરકાયદે દબાણો તોડતી વખતે ખુશખુશાલ ચહેરાઓ સાથે તસવીરો ખેંચાવી હતી. પણ એ જ સમયે એ જ શાસકોના નામે ફતેપુરા વિસ્તારના નાગરિકો છાજિયાં લઈ રહ્યાં હતાં. છેલ્લા લાંબા સમયથી દૂષિત અને ગંધાતું પાણી આવતું હોવાની રજૂઆતો પાલિકા શાસકોના ખડખડાટ હાસ્યમાં કોઈને સંભળાતી નથી.(તસવીરો ઃ કેયુર ભાટીયા)