સિરી-એ : રોનાલ્ડોનો ગોલ વ્યર્થ,વેરોના યુવેન્ટસ મેચ 1-1થી ડ્રો
01, માર્ચ 2021 2079   |  

રોમ

ઇટાલિયન લીગ સિરી-એ માં વેરોનાની ટીમે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ યુવેન્ટસને ડ્રો પર રોકી હતી. યુવન્ટસ તરફથી રોનાલ્ડોએ ગોલ કર્યો પરંતુ તે વ્યર્થ ગયો. શનિવારે મોડી સાંજે યોજાયેલી મેચમાં યુવેન્ટસ કોચ આન્દ્રે પીરોલો નવી ટીમ સાથે વેરોનાના હોમ ગ્રાઉન્ડ પહોંચ્યો હતો. ટીમમાં ઘણા વરિષ્ઠ ખેલાડીઓની ગેરહાજરીમાં યુવા ચહેરાઓને તક આપવામાં આવી હતી. મેચનો પ્રથમ ગોલ રોનેલ્ડો દ્વારા ફ્રેડેરીકો ચિસાની મદદથી ૪૯ મી મિનિટમાં કરવામાં આવ્યો હતો. ૬૦ મી મિનિટમાં યુવેન્ટસને તેની લીડ બમણી કરવાની તક મળી. પરંતુ એરોન રામસેનો શોટ વિરોધી ટીમના ગોલકીપરે રોકી લીધો હતો.

ત્યારબાદ વેરોનાના એન્ટોનીન બારાકે ૭૭ મી મિનિટમાં ગોલ કરીને તેને સ્કોર ૧-૧ કરી દીધો. યુવેન્ટસ ૪૬ પોઇન્ટ સાથે સિરી-એ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. ઇન્ટર મિલાન ૫૩ પોઇન્ટ સાથે પ્રથમ અને એસી મિલન ૪૯ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution